રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ ફરી શર્મસાર: 3 વર્ષની બાળકી પર ડોસાનું દુષ્કર્મ

01:40 PM Dec 16, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ ફરી એક વખત શર્મશાર થયું છે. થોડા સમય પહેલા ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક અવાવરૂ સ્થળેથી માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. જે ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી નરાધમની ધરપકડ કરી હતી.
આ બનાવની હજુ શાહી પણ સુકાઈ નથી ત્યાં ગઈકાલે સવારે કોઠારીયા રોડ ગુલાબનગરમાં ઘર પાસે રમતી ત્રણ વર્ષની ફુલ જેવી બાળકીને ભાગ લઈ દેવાના બહાને ઘરી લઈ જઈ 55 વર્ષની ડોસાએ માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી શેતાનની ધરપકડ કરી છે.
આ ઘટના અંગેની જાણવા મળતી સિલસીલાબંધ વિગતો મુજબ કોઠારીયા રોડ ગુલાબનગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારની મહિલાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા મુળ ઉત્તરપ્રદેશના રામચંદ્ર રામબિરોજ પાસવાન (ઉ.55)નું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની ત્રણ વર્ષની માસુમ બાળકી ઘર પાસે સવારે અગિયાર વાગ્યે રમતી હતી ત્યારે આરોપીએ માસુમ બાળકીને નમકીન લઈ દેવાના બહાને પોતાની રૂમમાં લઈ જઈ બાળકીના કપડા કાઢી નાખી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. 55 વર્ષના ઢગાએ ફુલ જેવી ત્રણ વર્ષની બાળકી પર હેવાનિયતતા આચરી હતી.
ત્યારબાદ બાળકી રડતા રડતા ઘરે પહોંચી હતી અને માતાએ રડવાનું કારણ પુછતાં ગુપ્ત ભાગે દુખતું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ માતાએ ગુપ્ત ભાગ તપાસ કરતાં લોહી નીકળતું હોવાનું જાણવા મળ્યું હતું.
કાંઈક અજુગતુ થયું હોવાની શંકાએ માતાએ બાળકીની પુછપરછ કરતાં પાડોશમાં જ રહેતા ડોસાએ હેવાનિયતતા આચરી હોવાનું જણાવ્યું હતું.
આ બનાવ બાદ બાળકીના પરિવારજનો ડોસાના ઘરે દોડી ગયા હતા અને દેકારો કરી મુકતા લતાવાસીઓ ભેગા થઈ ગયા હતાં. ફુલજેવી બાળકી સાથે અધમકૃત્ય આચરનાર ડોશાને ટોળાએ રૂમમાં જ પુરી દઈ આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડોશાને અટકાયતમાં લઈ ફુલ જેવી બાળકીને મેડીકલ ચકાસણી અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.
આ ઘટના અંગે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આરોપીનું પણ મેડીકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર રાજકોટ શહેરની ફરી એક વખત શર્મશાર કરી દીધું છે. આ બનાવને પગલે ફુલ જેવી બાળકી પર દુષ્કર્મ આચરનાર ડોસા પર લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે.

Advertisement

બાળકી પર હેવાનિયતતા આચરનાર ડોસો એકલો જ રહેતો હતો

રાજકોટના કોઠારીયા રોડ ગુલાબનગર સોસાયટીમાં ત્રણ વર્ષની બાળકી પર 55 વર્ષના ડોસાએ હેવાનિયતતા આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે પોલીસે નરાધમની અટકાયત કરી પુછપરછ કરતાં મુળ ઉત્તરપ્રદેશના રામચંદ્ર પાસવાન રાજકોટમાં કટલેરીની રેકડી રાખી વેપાર કરતો હોવાનું અને તેને સંતાનમાં ત્રણ બાળકો અને પત્ની વતન ઉત્તરપ્રદેશમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
3-year-oldgirlonRajkot shamed again: Dosarape
Advertisement
Next Article
Advertisement