For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના મોબાઈલના ધંધાર્થી સાથે 25 હજારની ઓનલાઈન છેતરપિંડી

12:44 PM Dec 08, 2023 IST | Sejal barot
રાજકોટના મોબાઈલના ધંધાર્થી સાથે 25 હજારની ઓનલાઈન છેતરપિંડી

રાજકોટમાં સામાંકાઠે રહેતા મોબાઈલના ધંધાર્થી સાથે 25 હજારની ઓનલાઈન છેતરપીંડી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મોબાઈલ ખરીદવા માટે અમદાવાદના સખ્સના એકાઉન્ટમાં પૈસા મોકલ્યાબાદ માલ ન મોકલી પૈસા હડપ કરી જતા ફરિયાદ કરી હતી.
પેડક રોડ પર નારાયણ નગર સોસાયટીમાં રહેતા અને પાણીના ઘોડા પાસે ભરત નામની મોબાઈલની દુકાન ધરાવતા જીજ્ઞેશ જયંતિભાઈ ખુંટ (ઉ.વ.38)એ બીડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુનિલ સોનૂં ભોજાણી (રે. આરતી એન્ટરપ્રાઈઝ, એસજી હાઈ-વે, અમદાવાદ) હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને સેમસંગના મોબાઈલની જરૂરિયાત હોવાની વોટ્સએપ ગૃપમાં માહિતી મુકી હતી.
જેથી ગત તા. 10-8ના રોજ તેના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને તેણે સુનિલ ભોજાણી હોવાનું કહી તેની પાસે સેમસંગ બી-310 મોબાઈલ હોવાનું કહેતા તેણે 30 મોબાઈળ લેવા આરોપીની પત્નીના એકાઉન્ટમાં રૂા. 31900 ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યાર બાદ બીજા દિવસે પણ મોબાઈલ ન મોકલતા તેણે ફોન કરતા આરોપી ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. જેથી તેણે પૈસા પરત માંગતા આરોપીએ રૂા. 7000 ટ્રાન્સફર કરી દીધા હતા. પરંતુ 24,900 આજ સુધી પરત ન કરતા તેણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ઉપર જાણ કરી હતી. ત્યાર બાદ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement