For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટનો કારખાનેદાર પિસ્તોલ સાથે ઝડપાયો

12:56 PM Dec 09, 2023 IST | Sejal barot
રાજકોટનો કારખાનેદાર પિસ્તોલ સાથે ઝડપાયો

શાપર વેરાવળના ગંગા ફાર્જીંગ ગેઈટ પાસે શાપર-વેરાવળ પોલીસનું સઘન વાહન ચેકીંગ ચાલુ હતું ત્યારે એક સ્કોર્પિયોના ચાલક ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નીકળતાં તેને અટકાવી સ્કોર્પિયોની તલાસી લેતાં કારમાંથી 1 પિસ્તોલ, 51 જીવતા કાર્ટીસ, ખાલી મેગ્જીન મળી આવી હતી. આ સાથે તેની ધરપકડ કરી કાર અને મોબાઈલ સહિત રૂા.20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીએ અગાઉની માથાકુટ ચાલતી હોય જેથી તેમણે યુપીના શખ્સ પાસેથી પિસ્તોલ લઈ સાથે રાખી હતી અને પોતે શાપરમાં કારખાનું ધરાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવની વધુ વિગતો મુજબ, રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, એએસઆઈ રવિદેવભાઈ બારડ, હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બકોતરા અને મનોજભાઈ બાયલ સહિતનો સ્ટાફ શાપર વેરાવળમાં આવેલા ગંગા ફોર્જીંગના ગેઈટ પાસે વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે ત્યાંથી એક સ્કોર્પિયો કાર નીકળી હતી. તેને અટકાવી પોલીસ સ્ટાફે તલાસી લેતાં ચાલક પાસેથી 1 પિસ્તોલ, 51 કાર્ટીસ અને મેગ્જીન મળી આવ્યા હતાં તેમજ ચાલકનું નામ પુછતાં પોતે પોતાનું નામ કૈલાસકુમાર રામસુમીરન શુકલા (ઉ.50, રહે.રાજકોટ ધરમનગર શિવમ પાર્ક મેઈન રોડ બ્લોક નં.53-એ 150 ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ મુળ શુકલાપુર ઉત્તરપ્રદેશ)હોવાનું જણાવ્યું હતું.
ચાલક કૈલાસકુમારની પુછપરછ કરતાં પોતે શાપર વેરાવળમાં કારખાનું ધરાવે છે અને તેમને અગાઉ માથાકુટ થઈ હોય જેથી યુપીના અજય કુમાર ચૌહાણ નામના શખ્સ પાસેથી આ હથિયાર ખરીદયું હતું અને સાથે રાખ્યું હતું. પોલીસે આરોપી વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી રૂા.20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement