રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કુબલિયા પરામાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા

04:37 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પોલીસ એક્સનમાં આવી ગઈ છે અને વિદેશી દારૂૂ બુટલેગર સુધી પહોંચે તે પહેલાં જ દરોડા પાડી પકડી લેવામાં આવે છે.તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ જિલ્લામાં બે દરોડા પાડી રાજકોટ આવતો 70 લાખનો દારૂૂ ઝડપી લેવામાં આવ્યો હતો અને દારૂૂનો જથ્થો શહેરમાં ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા ટ્રકમાં મોટા ચોરખાના બનાવી દેવામાં આવે છે.જોકે પોલીસ સતર્કતા દાખવી દારૂૂનો મોટો જથ્થો પકડી લેવામાં સફળ રહે છે.
ત્યારે રાજકોટ શહેરમાં જાહેર શાંતિ અને સલામતીની જાળવણી માટે કાર્યરત પોલીસ દ્વારા કુબલીયાપરા વોકળા વિસ્તારમાં ગેર કાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અંગે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી પ્રોહિબિશનની વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી.આ ડ્રાઈવમાં સ્થળ પર તપાસ હાથ ધરાતા દેશી દારૂૂનો પ્રતિબંધિત વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો. આ ખાસ પ્રોહિબિશનની ડ્રાઇવ દરમિયાન 320 ડબ્બા એટલે કે લગભગ 4800 લીટર દારૂૂ ગાળવાનો વોશનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.તેમજ પ્રોહીબિશનના કુલ પાંચ ગુના દાખલ કરવામાં આવેલ હતા.આ ડ્રાઈવમાં થોરાડા પોલીસ મથકના પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ, પી.એસ.આઇ. આર.આર.સોલંકી તથા થોરાળા પોલીસ સ્ટેશનના અન્ય સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

Tags :
districtinKubliaoutletsRaid on local liquor
Advertisement
Next Article
Advertisement