રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ યાર્ડમાં રાજસ્થાનના વેપારીઓ દ્વારા સૂકા મરચાંની ખરીદી

04:52 PM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકા મરચાની આવક થતાં આજે રાજસ્થાનના વેપારીઓ રાજકોટ યાર્ડમાં ખરીદી કરતા નજરે પડતાં યાર્ડના ચેરમેન અને ડિરેક્ટર દ્વારા ઓફિસે બોલાવી સન્માન કરવામાં આવ્યું.
રાજકોટની આજુ બાજુના ખેડૂતોએ આ વર્ષે મરચાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે તેથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દર વર્ષ કરતા ઘણી વધારે આવક થવા લાગી છે અને બહારના રાજ્યોમાંથી વેપારીઓ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખરીદી કરવા આવતા થયા છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને ખેડૂતોનો માલ સીધા ખરીદી કરી શકે તેના માટે તમામ સગવળતા કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે. ગત વખતની ઉતરાઈ કરવામાં આવી ત્યારે દસ હજારથી પણ વધારે ભારીની આવક થઈ હતી અને ભાવની વાત કરીએ તો 2600થી 4000 સુધીના જોવા મળ્યા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં બહારના રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી કરવા આવે તેના માટે ચેરમેન જયેશભાઈ બોઘરા દ્વારા રહેવાની અને જમવાની પણ સુવિધા ઉપલબ્ધ કરવાની પણ તૈયારી દર્શાવી છે જેથી કોઈ વેપારીઓને રોકાણ કરવામાં પણ પ્રોબ્લેમ ન થાય.

Advertisement

Tags :
inPurchase of dry chillies by traders fromRajasthanrajkotYARD
Advertisement
Next Article
Advertisement