રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં તાલીમાર્થી પોલીસ કોન્સ્ટેબલની પરેડ યોજાઈ

04:16 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

રાજ્યભરમાં પોલીસ કોન્સ્ટેબલોની ખાલી પડેલી જગ્યા ભરવા માટે થોડા સમય પહેલા જ ભરતી કરવામાં આવી હતી જેમાં રાજ્યભરમાં હજારો પોલીસ કોન્સ્ટેબલોની ભરતી કરાયા બાદ આ તમામ પોલીસ કર્મચારીઓની જુદા જુદા જિલ્લામાં ટ્રેનીંગ શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે રાજ્યભરમાં હજારો પોલીસ કમર્ચારીઓની ટ્રેનીંગનો પિરીયડ પુરો થતાં રિક્રુટ પોલીસ કોન્સ્ટેબલોની પાર્સિંગ આઉટ પરેડ રાખવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં પણ 166 પોલીસ કોન્સ્ટેબલોની ભરતી કરવામાં આવી હતી અને પોલીસ હેડ કવાર્ટર ખાતે નવા રિક્રુટ કોન્સ્ટેબલોએ આઠ મહિનાની ટ્રેનીંગ પૂર્ણ કરી હતી અને આજે પોલીસ હેડ કવાર્ટર ખાતે દિક્ષાંત પરેડ સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે 166 પોલીસ કર્મચારીઓની પાર્સિંગ આઉટ પરેડ લીધી હતી. આ પ્રસંગે રાજકોટ શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી સુધીર દેસાઈ, સજ્જનસિંહ પરમાર, પૂજા યાદવ, પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આમંત્રીત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
પાર્સિંગ આઉટ પરેડમાં ટ્રેનીગં પૂર્ણ કરનાર પોલીસ કર્મચારીઓના પરિવારો પણ દિક્ષાંત પરેડ સમારોહમાં ઉપસ્થિત રહ્યો હતો. આજે પોલીસ કર્મચારીઓની ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ હવે ટૂંક સમયમાં જ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ પોલીસ કોન્સ્ટેબલોની ફાળવણી કરી દેવામાં આવશે.
રાજકોટ શહેર ઉપરાંત જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ દિક્ષાંત પરેડ સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હોવ્નું જાણવા મળ્યું છે.

Advertisement

Tags :
includingparade of trainee police constables was held acrossrajkotstateThe
Advertisement
Next Article
Advertisement