For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઈવે પર ગેરકાયદે હોટલ, શો-રૂમ, દુકાનો તોડી પાડવા આદેશ

12:06 PM Dec 22, 2023 IST | Sejal barot
હાઈવે પર ગેરકાયદે હોટલ  શો રૂમ  દુકાનો તોડી પાડવા આદેશ

રાજકોટ જિલ્લા નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં હાઇવે પર વાહન અકસ્માતના કારણો અને તેના માટે લેવામાં આવેલ પગલાંઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ તકે અધ્યક્ષ દ્વારા હાઇવે આસપાસ આવેલ નડતરરૂૂપ હોટલ, શોરૂૂમ, દુકાનો તોડી પાડવા તેમજ ગેપ ઇન મીડીયમ તોડતા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા સૂચના આપી હતી. આ સાથે અકસ્માત સંભવિત સ્થળ ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે ખાસ સૂચના અપાઈ હતી, જેથી અકસ્માત અંગેના કારણો જાણી શકાય.
હાઇવે પર થતા અકસ્માતના મુખ્ય કારણો અંગે નેશનલ હાઇવે ઓથોરિટી સહિતના વિભાગો દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ હાઇવે પર ઓવર સ્પીડ, હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ ન પહેરવા, હાઇવે વચ્ચે ડિવાઇડર તોડવા તેમજ રોંગ સાઈડ ડ્રાઇવિંગ જેવા મુખ્ય કારણો જવાબદાર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
હાઇવે પર હજુ પણ જરૂૂર જણાય ત્યાં માર્ગદર્શક સાઈનેજીસ, રંબલ સ્ટ્રીપ, રેડિયમ પટ્ટી લગાડવા અધ્યક્ષશ્રીએ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
રોડ સેફટી એક્સપર્ટ જે. વી. શાહ અને આર.ટી.ઓ. ખપેડ દ્વારા વિવિધ જગ્યાઓએ આયોજિત સેમિનારમાં રોડ સેફટી ઉપરાંત ગુડ સમરીટન યોજના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં.
આ બેઠકમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય, સિવિલ હોસ્પિટલના ડો. દૂસરા, એમ.સી. આર.એમ. ઓ ડો.સુનીલ મકવાણા,ગ્રામ્ય પોલીસ, આર. એન્ડ. બી, 108, નેશનલ હાઇવે ઓથોરિટી, રૂૂડા, એલ.એન્ડ.ટી., સહીત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement