For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અકસ્માત મૃત્યુના ગુનાના આરોપીને છોડી મૂકવા ગોંડલ કોર્ટનો હુકમ

11:46 AM Dec 29, 2023 IST | Bhumika
અકસ્માત મૃત્યુના ગુનાના આરોપીને છોડી મૂકવા ગોંડલ કોર્ટનો હુકમ

ગોંડલ તાલુકાના ઘોઘાવદર નજીક આરોપી રાજેશભાઈ અજરામભાઈ ભાગીયા એ તેના હવાલા વાળુ ડમ્પર પુર ઝડપે અને ગફતલભરી માનવજીંદગી જોખમાય તે રીતે ચલાવી વિપુલભાઈ બાવકુભાઈ ઓલા નામની વ્યકિત ટ્રક લઈને આવતા હતા તેની સાથે ભટકાડી દેતા ટ્રક પલટી મારી જતા વિપુલભાઈને માથામા પાછળના ભાગે તથા કપાળમા ગંભીર ઈજા તથા જમણા પગે તથા શરીરે ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાસી જતા મરણજનારના ભાઈએ આઈ.પી.સી. કલમ-279, 304(અ) તથા એમ.વી.એકટની કલમ-177, 184, 134 હેઠળની ફરીયાદ આરોપી સામે નોંધાવેલ જે ફોજદારી કેસમાં આરોપીએ તેના બચાવ માટે ગોંડલના વકીલ નિરંજય એસ. ભંડેરી ને નિયુકત કરી પોતાની સામે નોંધાયેલ ગુનો કબુલ નહી રાખતા કેસ ચલાવવામા આવેલ જે કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે કુલ9સાહેદો તપાસવામાં આવેલ જેની આરોપીના વકીલ શ્રી એ ઉલટતપાસ કરેલ અને ફરીયાદ પક્ષે કુલ-18 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામા આવેલ ત્યારબાદ આરોપીના વકીલ એ મુખ્યત્વે એવી દલીલો કરેલ કે, પોલિસ તપાસ દરમ્યાન બનાવ ને નજરે જોનાર કોઈ સાહેદ મળી આવેલ નથી કે બનાવ કોની બેદરકારીના કારણે બનેલ છે તે હકીકત ફરીયાદપક્ષ સાબિત કરવામા નિષ્ફળ નિવડેલ છે જેથી ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરવાર છ કરી શકેલ નથી અને તે મુદા ઉપર નામદાર સર્વોચ્ય અદાલતના ચુકાદાનો રેફરન્સ લઈ દલીલો કરતા આરોપીના વકીલ શ્રી ની દલીલ સાથે સહમત થઈ ગોંડલના મહે. સેક્ધડ એડી. સિવિલ જજ તથા જયુડી. મેજી. ફ. ક. આર.એસ.રાઠોડએ આરોપીને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement