રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેતપુર-જૂનાગઢ રોડ પર રસ્તો ઓળંગતા વૃધ્ધાનું બાઈકની ઠોકરે મોત

12:35 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ જિલ્લાના જેતપુરમાં જૂનાગઢ રોડ પર ગઈ કાલે સાંજે પૌત્રી સાથે રસ્તો એળંગી રહેલા વૃધ્ધાને પુરઝડપે આવતા બાઈકે ઠોકરે ચડાવતા માથામાં ગંભીર ઈજા સાથે ભરવાડ વૃધ્ધાનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.
આબનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના જૂનાગઢ રોડપર જલારામ મંદિર પાસે રહેતા રૂડીબેન હમીરભાઈ ટોળિયા ઉ.વ.60 નામના વૃધ્ધા ગઈકાલે સાંજે પોતાની પૌત્રી લક્ષ્મીબેન સાથે જૂનાગઢ રોડ ઉપર રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરઝડપે આવતા બાઈકે ભરવાડ વૃધ્ધાને ઠોકરે ચડાવ્યા હતાં જેમને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર મળે તે પહેલા મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે જેતપુર પોલીસે મૃતક વૃધ્ધાના પુત્ર રાજેશભાઈ હમીરભાઈ ટોળિયા ઉ.વ.38ની ફરિયાદ પરથી બાઈક ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
ગોંડલમાં યુવકને ચાર શખ્સોએ મારમારી ધમકી આપી
ગોંડલના ભગવત પરામાં રહેતો સોહિલ દાઉદ ચૌહાણ નામના યુવક બોમ્બે બિરિયાની દુકાનેથી ચિકનનો હિસાબ લઈ પરત આવતો હતો ત્યારે કડિયાલાઈનમાં આમદ ચૌહાણ, હુસેન ચૌહાણ, તસલીમ ચૌહાણ અને તૈયુમ ચૌહાણે તારે અહીંયા આવવું નહીં તેમ કહી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધોરાજીમાં વૃધ્ધ ઉપર છરી વડે હુમલો
ધોરાજી બહારપુરામાં રહેતા જેન્તીભાઈ મુળજીભાઈ રાઠોડ ઉ.વ.57 પોતાના ઘરે હતા ત્યારે આરોપી આશિષ અતુલભાઈ પરમાર છરી સાથે ઘરમાં ઘુસી તારો ભાણેજ ક્યાં છે તેમ કહી છરીના ઘા ઝીંકી જાનથી મારીનાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Tags :
afterbeingbikebydieshitOld woman crossing the road on Jetpur-Junagarh road
Advertisement
Next Article
Advertisement