For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મફત નહીં મળે, બિલ્ટઅપ એરિયા મુજબ ભરવી પડશે ફાયર NOCની ફી

05:06 PM Dec 25, 2023 IST | Sejal barot
મફત નહીં મળે  બિલ્ટઅપ એરિયા મુજબ ભરવી પડશે ફાયર nocની ફી

આગની દુર્ઘટનાઓ વધવા લાગતા ફાયર સેફ્ટી મુદ્દતે હાઈકોર્ટે કડક વલણ અપનાવી ફાયર સેફ્ટી અંગેના નિયમોમાં ફેરફાર કરી ચુસ્ત અમલવારી કરવાના આદેશો જારી કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટી અંતર્ગત નવું જાહેરનામું બહાર પાડવામાં આવેલ જે અંતર્ગત ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં તેની કડક અમલવારી શરૂ કરવામાં આવીહ તી. પરંતુ ફાયર એનઓસીની કામગીરી ઓફલાઈન હોવાના કારણે અરજદારોને ડોક્યુમેન્ટ માટે અવાર નવાર કચેરીઓએ ધક્કા થતાં હોય તાજેતરમાં સરકારે ફાયર એનઓસીની સુવિધાઓ ઓનલાઈન શરૂ કરી છે. અને હવે પહેલા મફતમાં મળતી સેવામાં ક્રાયટ એરિયા અને અલગ અલગ કેટેગરી મુજબ બિલ્ટપ એરિયા મુજબના ફી ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર એનઓસી માટે થતી અરજીની કોઈ જાતની ફી લેવામાં આવતી ન હતી. તમામ સુવિધા નિશુલ્ક આપવામાં આવતી હતી. પરંતુ તાજેતરમાં રાજ્ય સરકારે ફાયર એનઓસી સહિતની કામગીરી ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત ભરમાં 195 ફાયર સેફ્ટી ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. આ ફાયર ઓફિસર દ્વારા નવી ફાયર એનઓસી તેમજ ફાયર એનઓસી રિન્યુ સહિતની કામગીરી કરવાની રહેશે ફાયર વિભાગે ફક્ત સ્થળ તપાસ અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની રહે છે. ઓનલાઈન ફાયરની કામગીરી શરૂ થતાં હોસ્પિટલો, હાઈરાઈઝ બિલ્ડીંગો તેમજ કોમર્શીયલ એકમો તેમજ ઈન્ડસ્ટ્રીઝના સંચાલકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. પરંતુ આ રાહતનો શ્ર્વાસ ક્ષણિક સાબિત થયો છે. કારણ કે, ઓનલાઈન ફાયર એનઓસી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય ત્યારે બિલ્ટપ એરિયા મુજબ ફીના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રૂ. 7થી લઈને રૂા. 25 સુધીનો ચો.મી. દર નક્કી કરવામાં આવ્યા છે. આથી કોમર્શીયલ બાંધકામો અને રહેણાકની બિલ્ડીંગોમાં રૂા. 7 મુજબ મીનીમમ રૂા. 2500થી 5000 તેમજ હોસ્પિટલો અને અન્ય ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રૂા. 25 ચો.મી.નો ભાવ નક્કી કરાતા તેઓએ રૂા. 25 હજારથી રૂા. 50 હજાર ફાયર એનઓસી મેળવવા માટે પ્રથમ વખત ભરપાઈ કરવાના રહેશે ઓનલાઈન ફાયર એનઓસીની પ્રક્રિયામાં અરજદારે ફક્ત એક વખત બિલ્ટપ એરિયા મુજબ ફી ભરવાની રહેશે.
ફાયર એનઓસીની મુદત ત્રણ વર્ષની કરવામાં આવેલ હોય એનઓસી રિન્યુ કરવા માટે સરકારે નિયત કરેલ એફએસઓની મદદથી રિન્યુ કરાવી શકાશે જેની સરકાર દ્વારા કોઈ જાતની ફી લેવામાં નહીં આવે પરંતુ એફએસઓએ નક્કી કરેલ મામુલી ફી ચુકવવાની રહેશે હાલ સરકારે કેટેગરી મુજબ ફીના દર નક્કી કર્યા છે. જેની અમલવારી પણ ઓનલાઈન પ્રક્રિયા શરૂ થતાં જ ચાલુ થઈ જશે આથી હવે મફતમાં મળતી મહાનગરપાલિકાના ફાયર વિભાગની સેવામાં કમરતોડ ફી ચુકવવાની રહેશે.

Advertisement

કેમિકલ અને રિસ્કી ગોડાઉનને ચૂકવવી પડશે તગડી ફી

ફાયર એનઓસી સહિતની તમામ પ્રક્રિયા સરકારે ઓનલાઈન શરૂ કરી છે. એન સાથો સાથ કેટેગરી મુજબ ફીના ધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે. પ્રથમ વખત ફાયર એનઓસી મેળવા માટે એક જ વખત ફી ભરવાની થશે જેમાં રૂા. 7થી લઈને રૂા. 25 ચો.મી. બિલ્ટપએરિયા મુજબ ફીના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મીનીમમ ચાર્જ રહેણાંકની નિયમો અંદર આવતી ઉંચાઈની ઈમારતો લાગુ પડશે જ્યારે સૌથી વધુ દર કેમીકલ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ તેમજ ગોડાઉન અને કોલ્ડસ્ટોરેજને લાગુ પડશે.

Advertisement

ગુજરાતભરમાં એકસમાન ફીના ધોરણો લાગું

સરકારે નવી ગાઈડલાઈનમાં ઓનલાઈન ફાયર એનઓસી પ્રક્રિયામાં ફીના દર નક્કી કર્યા છે અને એની અમલવારી દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકામાં કરવાની સુચના અપાઈ છે. આજ સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી માટે નિસુલ્ક સેવા અપાતી હતી પરંતુ બરોડા, અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓમાં હાઈટ્સ મુજબ રૂા. 3500થી રૂા. 4000 સુધી ફી વસુલાતી હતી. આથી હવે સમગ્ર ગુજરાતમાં એક સમાન ફીના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement