રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉપલેટામાં પરિણીતા સાથેના પ્રેમ સંબંધની શંકાએ મુસ્લિમ યુવાન પર હુમલો

11:40 AM Dec 09, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતાં અને મજુરી કામ કરતાં યુવાનને પાડોશમાં રહેતી પરણીતા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ યુવતીના પતિ સહિત ચાર શખ્સોએ ગઈકાલે સાંજે હાઈવે પર આવેલ વડવાળા હોટલ નજીક રસ્તા વચ્ચે આંતરી જુનો ડખ્ખાનો ખાર રાખી ધોકા પાઈપ વડે હુમલો કરી હાથ ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટા સતવારા સમાજની વાડી પાસે રહેતા જાવીદ ઈબ્રાહીમભાઈ સોરા (ઉ.21)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જયસુખભાઈ ભોજાભાઈ બારાઈ, રોહિતભાઈ સુવા અને બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એકાદ વર્ષ પહેલા ફરિયાદી આરોપીના ઘર પાસે રહેતો હોય આ વખતે આરોપીની પત્ની સાથે ફરિયાદીને પ્રેમ સંબંધ હોવાની શંકાએ બન્ને વચ્ચે માથાકુટ થઈ હતી.

ત્યારબાદ ગઈકાલે ફરિયાદી ગીરનાર ઓઈલ મીલમાંથી ચા લેવા માટે નીકળ્યો હતો ત્યારે હાઈવે પર વડવાળા હોટલ નજીક ચારેય શખ્સોએ આંતરી ધોકા પાઈપ વડે હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો અને માથામાં 8 ટાકા આવ્યા હતાં જેને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

દારૂડીયા પતિએ ત્રાસ આપી પરિણીતાને કાઢી મૂકી

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામે રહેતી કેતનાબેન ભાવેશ સેજાણી (ઉ.42) નામની પરિણીતાએ મહારાષ્ટ્રનાં લાતુરમાં વિઠ્ઠલ એપાર્ટમેન્ટ રહેતાં પતિ ભાવેશ વલ્લભભાઈ સેજાણી સામે દારૂ પી મારકુટ કરી ત્રાસ આપતાં હોવાની અને ઘરમાંથી કાઢી મુકયાની પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Next Article
Advertisement