For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે મહાનગરપાલિકા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાશે

04:27 PM Dec 25, 2023 IST | Sejal barot
કાલે મહાનગરપાલિકા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરની પહેલ અન્વયે લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતતા કેળવાય, લોકો નીરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આવતીકાલે તા.26/12/2023ના રોજ સવારે 8:00 કલાકે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, પ્રેમ મંદિરની આગળ, ચંદ્રશેખર આઝાદ ગાર્ડન સામે, વિમલનગર મેઈન રોડ, લોટસ એવન્યુ એપાર્ટમેન્ટ સામે મહાનગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા માન. મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. બીજા તબક્કામાં ગત તા.23/12/2023નાં રોજ યોજાયેલી ઝોન કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં ત્રણેય ઝોનમાં 36 - 36 (કુલ-108) સ્પર્ધકોમાંથી 6+6+6 વિજેતા થયેલા કુલ - 18 સ્પર્ધકો મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ મહાનગરપાલિકા કક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધામાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠનના હોદેદારો, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના અધિકારીઓ, યોગ બોર્ડના ટ્રેનર, જ્જ તેમજ ઝોન કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકો ઉપસ્થિત રહેશે. જે અંગે સત્તાવાર યાદીમાં રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ દ્વારા વિગતો જાહેર કરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement