રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરવા રજૂઆત

05:26 PM Dec 22, 2023 IST | Sejal barot
Advertisement

લોકસભાના શિયાળુ સત્રમાં વિપક્ષના સાંસદોને મોટી સંખ્યામાં સસ્પેન્ડ કરવાતા મુદ્દે દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ કલેકટરને પણ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી ચુંટાયેલા સાંસદો મતદારોનો અવાજ છે. તેવા સુત્રોચ્ચાર સાથે સાંસદોનું સસ્પેન્શન રદ કરવા રજુઆત કરી હતી.
રાષ્ટ્રપતિને સંબોધીન પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભારતના મતદારોને બંધારણે આપેલા અધિકાર મુજબ ચુંટાયેલા સાંસદ મતદારોનો અવાજ છે.
સંસદનું પવિત્રગૃહ ચર્ચા, સુચન અને અસહમની વ્યકત કરવાનો સાંસદોને અમાધીન બંધારણીય અધિકાર આવે છે જે અધિકારનું ઉલ્લંઘન થયું છે.
લોકસભા અને રાજ્યસભામાંથી સરપેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન રદ કરવા માંગણી કરી હતી.
જિલ્લા કલેકટર વતી એડીશ્નલ કલેકટર એસ.જે. ખાચરને આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાડવી પોતાની રજુઆત રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માંગણી કરી હતી.

Advertisement

Tags :
fromHouseMotion for immediate cancellation of suspension of suspendedMPs'The
Advertisement
Next Article
Advertisement