રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રૈયા ગામે સામસામા લગ્નમાં તકરાર થતા જમાઇ સહિતના ઉપર સાસરિયાનો હુમલો

12:35 PM Dec 08, 2023 IST | Sejal barot
Advertisement

શહેરના રૈયા ગામે સામસામા લગ્ની તકરાર થતાં જમાઇ અને તેના પરિવાર ઉપર સાસરીયાઓએ છરી અને લાકડી વડે હુમલો કરતાં માતા-પુત્ર સહીત ચાર લોકો ઘવાયા હતા. આ અંગે પોલીસે જમાઇની ફરીયાદ પરથી સસરા, સાળા સહીત ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ મારૂતીનગર શેરી નં.6માં રહેતા દિગંત ઉર્ફે જગદીશ નારણભાઇ ચાવડીયા (ઉ.24)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે રૈયા ગામે રહેતા તેના સાળા વિકાસ હેમંતભાઇ ટોયટા, સસરા હેંમતભાઇ કરણાભાઇ ટોયટા, દલાભાઇ કરણાભાઇ ટોયટા અને કાનાભાઇ દલાભાઇ ટોયટાના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન વિક્રમની બહેન સાથે થયા હતા અને વિક્રમ સાથે તેની બહેના સામસામા લગ્ન થયા હોય અને મનમેળ ન થતા તેની પત્ની અને દિકરી સસરાના ઘરે હોય જેથી ફરીયાદી તેની એક માસની દિકરીે રમાડવા માટે સસરાના ઘરે ગયેલ અને દિકરીને લઇ રૈયા ગામે રહેતા તેના મોટા બાપુજીના ઘરે ગયેલા ત્યારે તેના સાળા વિક્રમે આવી તમે અહીં શુ કરવા આવેલ છો? તેમ કહી ઝઘડો કરી સાળા, સસરા સહીતના આરોપીએ લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરતા ફરીયાદી દિગંત ઉર્ફે જગદીશ, તેના ભાઇ પારસ, તેના માતા કિશોરીબે અને મોતીભાઇને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખેસડયા હતા.
આ અંગે પોલીસે દિગંત ઉર્ફે જગદીશ નારણભાઇ ચાવડીયાની ફરીયાદ પરથી આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
attacked after dispute over samsamainincluding son-in-lawMother-in-lawRaiyavillagewedding
Advertisement
Next Article
Advertisement