રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇ-રીક્ષા માટે મનપા આપશે રૂ.30 હજારની સબસિડી અત્યાર સુધીમાં 45 વ્યક્તિને સબસિડી ચૂકવાઇ, સાત અરજી પેન્ડિંગ

04:39 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

મનપા દ્વારા રોજગારી માટે અલગ-અલગ પ્રકારની સબસીડી વાળી વ્યાજવખરની લોન આપવામાં આવી રહી છે. જેમાં આવે પ્રદુષણમાં રહતા આપે તે પ્રકારની ઇ-રીક્ષા લેવા માંગતા હોય તેવી દરેક વ્યકિતને ઇ-રીક્ષાની ખરીદી માટે રૂા.30 હજારની સબસીડી આપશે.
મનપા માંથી જાણવા મળેલ વિગત મુજબ બે રોજગારી નબુદ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પ્રકારની લોન અરજદારોને અપવામાં આવી રહી છે. નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે રૂા.10 હજારથી રૂા.2 લાખ સુધીની 7% ઉપર વ્યાજમાં સબસીડીની લોન અપાઇ છે. પરંતુ અંતરરાષ્ટ્રીય સંસ્થા ઇકલી દ્વારા રીક્ષા ચાલકોને ઇ-રીક્ષા આપવા માટેની પ્રકિયા શરૂ કરી છે. જે અંતરગત મહાનગર પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પર્યાવરણમાં સહાયરૂપ ઇ-રીક્ષા શહેરમાં દોડવા લાગી તે દીશામાં મહાનગરપાલિકાએ પ્રયાસો શરૂ કરાયા છે. તમામ સીટી બસનો ઇ-બસમાં રૂપાંતરણ કરવામાં આવી રહ્યુ છે.
જયારે સૌથી વધુ ધુમાડો ઔકતી રીક્ષાઓના સ્થાને ઇ-રીક્ષા દોડવા લાગે તો પર્યાવરણમાં ઘણી રાહત થઇ શકે તેમ છે. આથી દરેક રીક્ષા પેટે રૂા.30 હજારની સબસીડી આપવામાં આવી રહી છે. રીક્ષાની ખરીદી કર્યા બાદ લોન સહીતની કાર્યવાહી પૂર્ણ કરી બીલ મહાનગરપાલિકમાં રજુ કરવનો રહેશે. જેમાં ઉ-રીક્ષાની ખરીદીના બીલમાંથી રૂા.30 હજાર બાદ મળવા પાત્ર છે. અત્યારસુધીમાં 45 વ્યકિતઓને ઇ-રીક્ષા પેટે સબસીડી ચૂંકવામાં આવી છે. અને હાલ સાત અરજી અભ્યાસ અર્થે રાખવામાં આવ હોવાનું જણાવા મળેલ છે.

Advertisement

Tags :
applicationsareManpa will provide subsidy of Rs.30 thousand for e-rickshaw till now 45 people have been paid subsidypendingseven
Advertisement
Next Article
Advertisement