રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલના દેરડી ગામ નજીક કન્ટેનરની ઠોકરે બાઈક ચડી જતાં યુવાનનું મોત

03:11 PM Dec 08, 2023 IST | Sejal barot
A close-up of the foot of a dead person in a morgue. A blank tag is attached to the toe.
Advertisement

રાજ્યના ધોરી માર્ગો પર જીવલેણ અકસ્માતોની ઘટના રોજીંદી બની ગઈ છે ત્યારે ગઈકાલે ગોંડલના દેરડી ગામ નજીક ગોલાઈ પર પુરઝડપે આવતાં ક્ધટેનરે ડબલ સવારી બાઈકને ઠોકરે ચડાવતાં એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મિત્રને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ બાદ અકસ્માત સર્જનાર ક્ધટેનર ચાલક નાસી છુટયો હતો.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના મોટી ખીલોરી ગામે રહેતા રાકેશ હકાભાઈ ચાવડા (ઉ.25) અને તેનો મિત્ર અમિત દાફડા ગઈકાલે સાંજે દેરડી ગામે કામ હોય બાઈક લઈ બન્ને મિત્રો મોટી ખિલોરીથી દેરડી ગામે ગયા હતાં.
ગઈકાલે બપોરે બન્ને મિત્રો કામ પતાવી બાઈક પર ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ધરાળા ગામના પાટીયા પાસે ગોલાઈ પર પુરઝડપે આવતાં ક્ધટેનરે બાઈકને હડફેટે લેતાં ચાલક રાકેશનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેના મિત્ર અમિત દાફડાને નાની મોટી ફેકચર જેવી ઈજા સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માત નજરે નિહાળનાર અન્ય બાઈક સ્વારોએ ક્ધટેનરનો પીછો કર્યો હતો પરંતુ આરોપી ક્ધટેનર લઈ નાસી છુટયો હતો. આ બનાવ અંગે સુલતાનપુર પોલીસને જાણ કરતાં પોલીસે મૃતક યુવાનના પિતા હકાભાઈ તેજાભાઈ ચાવડા (ઉ.50)ની ફરિયાદ પરથી ક્ધટેનર ચાલક સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Tags :
Derdiin GondalMan dies after being run over by a container nearvillage
Advertisement
Next Article
Advertisement