રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીના મારામારીના ગુનામાં 16 વર્ષથી ફરાર શખ્સ રાજકોટથી ઝડપાયો

11:38 AM Dec 13, 2023 IST | Sejal barot
Advertisement

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ- 324, 504, 114 મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રવીભાઇ દેવીપૂજક રહે.મોરબી શનાળા રોડ, કેનાલ પાસે વાળો હાલે રાજકોટ ખાતે શાકભાજીની રેકડીની ફેરીનો ધંધો કરે છે તેવી ચોકકસ બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા મારામારીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો આરોપી રવીભાઇ પરસોતમભાઇ વિકાણી ઉ.વ.39 મૂળરહે. મોટા રામપર તા.ટંકારા જી. મોરબી હાલે રહે. રૈયા ગામ શંકર ભગવાનના મંદિર પાછળ તા.જી.રાજકોટવાળાને રૈયા ગામના બસ સ્ટેશન પાસેથી તા.12/12/2023 ના રોજ પકડી પાડી હસ્તગત કરી સી.આર.પી.સી. કલમ 41(1) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Advertisement

Tags :
caughtfromman absconding for 16 years in the Morbi assault caserajkotwas
Advertisement
Next Article
Advertisement