For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈ-ઓળખ પોર્ટલમાં ખામી, જન્મ-મરણ વિભાગની કામગીરી ઠપ

03:42 PM Dec 04, 2023 IST | Sejal barot
ઈ ઓળખ પોર્ટલમાં ખામી  જન્મ મરણ વિભાગની કામગીરી ઠપ

મહાનગરપાલિકાના તમામ વિભાગોમાં થતી કામગીરી પેપરલેસ કરવા અને ઓનલાઈન કાર્યવાહી વધુ થાય તે માટે પગલાઓ લેવાનું શરૂ કર્યુ છે. પરંતુ પોર્ટલમાં થતી અવાર નવાર ખામીઓ અને સરવર ડાઉન થવાના કારણે પેપરલેસ થયેલ કામગીરી વધુ ખોરવાઈ જતી હોવાની ઘટનાઓમાં પણ વધારો થવા લાગ્યો છે. રોજે રોજ જે વિભાગમાં સૌથી વધુ કામ હોય છે તેવા જન્મ-મરણ વિભાગમાં પણ આ પ્રકારની છાસવારે ઘટનાઓ બનાવા લાગી છે. જેમાં આજે પણ ઈ ઓળખ પોર્ટલમાં ખામી સર્જાતા કોર્પોરેશનની કચેરી ખુલતાની સાથે જ જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી ઠપ થતા અરજદારોની લાઈનો લાગી હતી અને આ પ્રકારના વાંધા વચકા સામે અરજદારોમાં નારાજગી જોવા મળી હતી.
મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આધારકાર્ડ સેવા કેન્દ્ર અને જન્મ મરણ નોંધણી વિભાગમાં સર્વર ડાઉન થવાની ઘટના હવે રોજીંદી બની ચુકી છે અનેક વખત સર્વર એક-બે કલાક ડાઉન થઈ જાય છે પરિણામે ધરમના ધક્કા થતા હોય છે. જેમાં ખાસ કરીને સોમવાર અને બુધવારના રોજ અરજદારો વધુ માત્રામાં હોય ત્યારે સર્વર ડાઉન થવાથી અનેક અરજદારોના કામ ખોરંભે ચડી જતા હોય છે. નોકરી ધંધામાં રજા હોવાના કારણે આ દિવસે આવેલા અરજદારોને ફરી વખત ધક્કો થતો હોય છે. છતાં આ બાબતને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવતી નથી. જેમાં ખાસ કરીને જન્મ-મરણ નોંધણી વિભાગમાં જન્મ-મરણના દાખલાની તુરંત જરૂરિયાત હોય તેવા અનેક અરજદારો દરરોજ આવતા હોય છે. પરંતુ સરવર ડાઉન હોવાના કારણે તેમનો સમય બરબાદ થતો હોય છે. જેમાં આજે પણ સેન્ટ્રલઝોન કચેરી ખાતે આજે વહેલી સવારથી લાઈનો જોવા મળતા તપાસ કરતા માલુમ પડેલ કે, સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓ અને મનગરપાલિકાઓમાં કાર્યરત છે તે ઈ-ઓળખ પોર્ટલમાં ખામી સર્જાતા જન્મ-મરણના દાખલાની કામગીરી બંધ થઈ હતી. અને સાથો સાથ સર્વર ડાઉન થતા અરજદારોની લાઈનો લાગી હતી. જન્મ-મરણ વિભાગમાં પોર્ટલમાં ખામી સર્જાતા આજે દાખલા કાઢવાની કામગીરી ઠપ થઈ જતા વિભાગના સ્ટાફ દ્વારા જણાવવામાં આવેલ કે છેલ્લા એક માસથી પોર્ટલમાં અનેક પ્રકારનીખામીઓ સર્જાઈ રહી છે. તેવી જ રીતે અવાર નવાર સર્વર ડાઉન થવાના કારણે અરજદારોને જવાબ આપવા ભારે પડી રહ્યા છે. અમારો અડધો સ્ટાફ પોર્ટલ અને સર્વરના કારણે કંટાળી ગયો છે. જેથી કરીને આ પ્રકારની રોજેરોજની થતી કામગીરી બાબતે અધિકારીઓ અને પદાધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ અને અરજદારને સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement