રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફિલ્મના વિલનની માફક સગીરાનુ અપહરણ કરી બે વખત દુષ્કર્મ આચર્યું

04:14 PM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટના ભીસ્તીવાડમાં રહેતા નામચીન હકુભા ખીયાણીએ માત્ર 14 વર્ષની તરૃણીને ઉપાડી જઇ ટૂંકા સમયમાં તેની ઉપર બે વખત દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના પોલીસમાં જાહેર થઇ છે.આ કેસમાં તાત્કાલીક પોલીસે હકુભા ઉપરાંત તેના પુત્ર મીરઝાદ સહિત ત્રણની અટકાયત કરી છે.જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે.
ભોગ બનનારની માસીએ ફરિયાદમાં જણાવ્યું છે કે,તેના નાનાભાઇએ એક વર્ષ પહેલા એઝાઝ ખીયાણીની પત્ની મીતલ પાસેથી રૂૂ.એક લાખ વ્યાજે લીધા હતા.ત્યારબાદ બધી રકમ પરત કરી દીધી હતી.આમ છતાં પણ પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હકુભા આણી ટોળકીએ ઘરે આવી ધમકાવતા ફરિયાદીની ભાણેજે ઝેરી દવા પી લઈ ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદ પાછી ખેંચવાનું કહી ભાણેજ ઉપર દૂષ્કર્મ ગુજારવાની ધમકી પણ આપી હતી. બાદમાં શનિવારે તે તેની માતાના ઘરે હતી ત્યારે હકુભા અજાણ્યા શખ્સ સાથે ઘસી આવ્યો હતો અને ફરિયાદ બાબતે સમાધાન કરવાનું કહી તમામ બળજબરીથી કારમાં બેસાડી ભગવતીપરા આગળ આવેલી વાડીમાં લઈ જઈ ત્યાં તેની ભાણેજને કારમાંથી ઉતારી જયારે તેને અને તેની અન્ય ભાણેજ અને પુત્રને કારમાં પુરી દીધા બાદ તેની ભાણેજ પર તેની નજર સામે દુષ્કર્મ કર્યું હતું.ત્યારબાદ હકુભાએ પુત્ર મીરઝાદને ફોન કરી ભગવતીપરામાં આવેલા પોતાના ડેલે બોલાવી લીધો હતો.બાદમાં ત્યાં હકુભાની પત્ની ખતુબેન પણ ત્યાં આવી જતા હકુભાએ બધાની નજરની સામે તેની ભાણેજના શરીર સાથે અડપલા કર્યા હતા.જયારે એઝાઝની પત્ની સોનીએ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી હતી.થોડા સમય બાદ હકુભાએ તેના પુત્ર,પત્ની અને પુત્રવધૂને ત્યાંથી રવાના કરી દીધા બાદ તેની ભાણેજને ડેલામાં આવેલા રુમમાં લઈ જઈ ફરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું.હકુભા સુઈ ગયા બાદ ડેલામાં રહેલા અજાણ્યા માણસને ચકમો આપી તે ભાણેજ સહિતનાઓ સાથે ત્યાંથી રિક્ષામાં બેસી સીધા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.તે વખતે તેની દૂષ્કર્મનો ભોગ બનેલી ભાણેજને પેટમાં દુખાવો ઉપડતા સિવીલમાં સારવાર અપાવી હતી. આ અંગે બી-ડિવીઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટ અને સ્ટાફે હોસ્પિટલે જઈ ફરિયાદ નોંધી હતી.આ બનાવ અંગે ક્રાઇમબ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજા અને બી.ટી.ગોહિલ સહિતના સ્ટાફે ભીસ્તીવાડમાં રહેતા આરોપી હકુભા ઉર્ફે અકબર અબ્દુલ ખિયાણી,તેના પુત્ર મીરઝાદ અને ભગવતીપરાના મિયાણાવાસના જુમા હાસમ ઠેબાને પકડી લેવામાં આવ્યા હતા.તેમના સાગરીત સોનીબેન અને ખતુબેનની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.

Advertisement

પીડિતાની નાનીએ એક વર્ષ પહેલાં આરોપીઓની ઉઘરાણીના ત્રાસથી ઝેરી દવા પીધી હતી

ભીસ્તીવાડના નામચીન હાકુભા ખીયાણી વિરૂધ્ધ આગાઉ ડઝનેક ગુના પોલીસ ચોપડે ચડી ચૂકયા છે. ત્યારે વધુ એક વખત સગીરાના દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં હાલ ક્રાઇમ બ્રાંચે તેમની ધરપકડ કરી તેને કાયદાનુ ભાન કરાવ્યું હતું. આ બનાવમાં જાણવા મળ્યુ હતુ કે, હકુભાના ત્રાસથી પીડીતાની બહેને પોલીસ કમીશનરમાં વ્યાજની રકમની ઉઘરાણી અંગે અરજી કરી હતી. અને જેમાં સગીરાએ ઝેરી દવા પણ પી લીધી હતી તેમજ અગાઉ આ સગીરાના નાનીએ પણ પૈસાની ઉઘરાણી મામલે હકુભા ખીયાણી અને તેમના પુત્રના ત્રાસથી ઝેરી દવા પી લીધી હતી.

હકુભા અને તેના પુત્રનો ગુનાહિત ઇતિહાસ

ભીસ્તીવાડના નામચીન હકુભા ખિયાણી અગાઉ મારામારી,મિલકત નુકશાન,પ્રોહી એકટ સહિત અનેક ગુન્હામાં,તેમજ પુત્ર મીરજાદ અગાઉ ધાડ,મારામારી અને 2020ની સાલમાં ગુજસી ટોકમાં સંડોવાયેલો હતો.

Tags :
andkidnappedLike the villain of the filmrajkotrapedthe minor wastwice
Advertisement
Next Article
Advertisement