રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કૌટુંબિક ભત્રીજીનો દેહ અભડાવનાર અપરાધી કાકાને આજીવન કેદ

05:12 PM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

વીંછિયા પંથકની સગીરાને લલસાવી ફોસલાવી હવસનો શિકાર બનાવનાર કૌટુંબિક કાકાને દુષ્કર્મના ગુનામાં પોકસો કોર્ટે આજીવન કેદની સજા અને રૂૂ.62,000નો દંડ તેમજ ભોગ બનનાર સગીરાને બે લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ વિછીયા પંથકમાં રહેતી 17 વર્ષની સગીરાને સાત વર્ષ પૂર્વે ગઢડાના હરીપર ગામે રહેતા અરવિંદ રામાભાઇ રાઠોડ નામના કૌટુંબીક કાકાએ નવરાત્રીના સમયમાં સગીરાના ઘર પાસેથી સગીરાને અવારુ જગ્યામાં લઈ જઈ નવા બનતા મકાનની સાઈટ ઉપર બેથી ત્રણ વખત શરીર સંબંધ બાંધી ભોગ બનનારને સુરત ખાતે લઈ ગયો હતો અને ત્યાં પણ સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બાદમાં સગીરાને હરીપર ગામના રોડ ઉપર ઉતારી દઇ નાસી છુટ્યો હતો ભોગ બનનાએ પરિવારને આપવી વર્ણવતા તેના પરિવાર દ્વારા આરોપી અરવિંદ રાઠોડ વિરુદ્ધ જસદણ પોલીસ મથકમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે જસદણ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો જસદણ પોલીસે તપાસ પૂર્ણ થતા આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને સરકારી વકેલે રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટ પોકસો કોર્ટના જજ બી.બી. જાદવે આરોપી અરવિંદ રાઠોડને આજીવન સજા અને રૂૂ. 62,000નો દંડ તેમજ ભોગ બનનારને સરકારની વળતરની યોજના હેઠળ રૂૂપિયા બે લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ આબિદ સોસન રોકાયા હતા.

Advertisement

Tags :
bodyFamilyLife imprisonment for the criminal uncle who dismembered thenieceofThe
Advertisement
Next Article
Advertisement