રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ

05:12 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટની ભાગોળે આવેલા કુવાડવા ગામની વાડી વિસ્તારમાં રહેતા આદિવાસી દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં પરિણીતાને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં અદાલતે પતિને આજીવન કેદ અને રૂૂ.10 હજારનો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ મૂળ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભચરવાડા ગામના વતની અને કુવાડવા ગામે દેવશીભાઈ દુદાભાઈ કાકડીયાની વાડીમાં મજૂરી કામ કરતા મંજુબેન નામની મહિલાને માર મારી મોતને ઘાટ ઉતાર્યાની મૃતક બેનના પુત્ર રમેશ ચના વસાવાએ મૃતક મંજુબેનના પતિ ભરત ચંદુભાઈ વસાવા સામે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ભરત ચંદુભાઈ વસાવા સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ભરત વસાવાની પ્રાથમિક પૂછપરછમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ભરત વસાવાએ પથ્થર અને લાકડી વડે માર મારતા પત્ની મંજુબેન કુવાડવા ગામે વાડીએથી નીકળી ગયા હતા. બાદ ગુંદા ગામ નજીક પાણીની કેનાલમાં કોહવાયેલી મહિલાની લાશ પડી હોવાની જાણ સરપંચે પોલીસને કરતા સ્ટાફ દોડી ગયો હતો. મૃતક મંજુબેનના પતિ ભરત વસાવા અને સગા સંબંધીઓએ લાશને ઓળખી બતાવી હતી. બાદ પતી ભરત ચંદુભાઈ વસાવા અંતિમ ક્રિયા બાદ સગા સંબંધી દ્વારા ભરત વસાવાને સગા સંબંધી મંજુબેનના મોત અંગે પૂછપરછ કરતા જેમાં ભરત વસાવા ભાંગી પડ્યો હતો અને સ્વીકાર્યું હતું મેં પત્ની મંજુબેનને માર મારી મૃત્યુ નિપજાવ્યાનુ જણાવ્યું હતું. તપાસ પૂર્ણ થતા તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી કમલેશભાઈ ડોડીયા ઉપસ્થિત રહી 11 સાક્ષી તપાસવામાં આવેલા અને 24 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ઇજાના નિશાન મળી આવ્યા છે. મૃતકના પતિએ માર માર્યાનું સ્વીકારી લીધેલું છે. સાયોગિક પુરાવાના આધારે દોરી ગયો હતો. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઈ ન્યાયધીશ આર.ટી. વછાણીએ આરોપી ભારત ચંદુભાઈ વસાવાને તકસીરવાન ઠેરવી આજીવન કેદ અને રૂૂ.10 હજારનો દંડ ન ચૂકવે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કમલેશભાઈ ડોડીયા રોકાયા હતા.

Advertisement

Advertisement
Next Article
Advertisement