For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવી પાર્કિંગ પોલિસીનો પ્રારંભ: 62 સ્થળે રૂા. 5થી 120નો ચાંદલો

03:34 PM Dec 18, 2023 IST | Sejal barot
નવી પાર્કિંગ પોલિસીનો પ્રારંભ  62 સ્થળે રૂા  5થી 120નો ચાંદલો

રાજકોટ શહેમરાં વાહન પાર્કિંગ સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જાય છે. લોકો આડેધડ વાહન પાર્ક કરતા હોય ટ્રફિક જામની સમસ્યાએ પણ માથુ ઉચક્યું છે. જેની સામે મહાનગરપાલિકાએ પણ નવી પાર્કિંગ પોલીસીની અમલવારી શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં નવી સાઈટો અને હાલમાં ચાલુ રહેલ સાઈટોમાં વાહન પાર્ક કરવાના રૂા. 5થી લઈને રૂા. 120 સુધીનો ચાર્જ નિયત કરવામાં આવ્યો છે. એક કલાકથી 24 કલાક સુધી વાહન પર પાર્ક કરવાનો ચાર્જ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય વર્ગને હવે પે એન્ડ પાર્કિંગનો ઉપયોગ કરવો અઘરો પડશે તેવું લાગી રહ્યુ છે.
મહાનગરપાલિકા દ્વારા નવી પાર્કિંગ પોલીસીનો પ્રારંભ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. એજન્સીને પે એન્ડ પાર્કિંગની જગ્યા ફાળવવામાટે હવે નવા દર મુજબ કામ આપવામાં આવશે. જેમાં શહેરના સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં અમુક જુના પે એન્ડ પાર્કિંગ અને અમુક નવી જગ્યાએ પે એન્ડ પાર્કિંગ સુવિધા શરૂ કરાવમાં આવશે. જેમાં મહાનગરપાલિકાની માલીકીના પ્લોટ તેમજ ઓવરબ્રીજની નિચે અન્યથા અમુક ખાલી પ્લોટમાં પણ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સર્વેશ્વરચોક, ફ્લાય ઓવરનીચે, ડીમાર્ટ તરફ ગોંડલ રોડ., ત્રિકોણબાગ, અખાભગત ચોક, નાગરીકબેંક સામે, ઢેબરભાઈ રોડ કોર્નરનો પ્લોટ ભાગ (1), માધવપાર્કિંગ કોઠારીયા ચોકડી, નીયર રીંગ રોડ., ઓપન પ્લોટઢેબર રોડ ભાગ (3) (કડવીબાઈ સ્કુલ ની સામે નો પ્લોટ), ધનરજનીબિલ્ડીંગ, (ઈમ્પીરીયલ હોટેલ) થી જીલ્લા, પંચાયત ચોક સુધી, બન્ને બાજુ, હોમીદસ્તુર માર્ગ બંને સાઈડ., ઓપન પ્લોટહુડકો ક્વાટરની પાછળ., ઓપન પ્લોટટી.પી. 11 એફ.પી. 46 વોર્ડ નં 18 (પુરૂૂષાર્થ સોસાયટીની બાજુમાં આવેલ પ્લોટ ), સ્ટલીંગહોસ્પિટલ ની બાજુમાં 150 ફૂટ રીંગ રોડ, પારડી રોડકોમ્યુનીટી હોલની બાજુમાં વોર્ડ નં 17, ગોવર્ધનચોક, 150 ફૂટ રીંગ રોડ. (ફોરચ્યુન હોટલ પાસે), કે.કે.વી. ચોકથી ઇન્દિરા સર્કલ તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) ફ્લાઈ ઓવર નીચે ભાગ (2)., કે.કે.વી.ચોકથી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (5), કે.કે.વી. ચોકથી બીગ બજાર તરફનું આથમણી બાજુએ (વેસ્ટ), ફ્લાઈ ઓવર નીચે ભાગ (6)., ઇન્દિરાસર્કલ થી રૈયા ટેલીફોન રફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (3), ઇન્દિરાસર્કલ થી રૈયા ટેલીફોન તરફનો આથમણી બાજુએ, (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (4), મોચી બઝારકોર્ટ થી પેટ્રોલ પંપ રોડ., કે.કે.વી.ચોક થી બીગ બજાર તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (1), તનિષ્કટાવર થી માલવીયા ચોક. (માત્ર કાર પાર્કિંગ માટે), જયુબેલીશાક માર્કેટ, રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (4), રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (1), મવડી ચોકડીથી નાનામવા ચોકડી તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ સહિતના સ્થળે નવી પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાશે.
તેમજ મવડી ચોકડીથી નાનામવા ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (2), મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો આથમણી બાજુએ, મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (1), રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (2), રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (3), આર.કે.સી.ની દીવાલ રાધાક્રિષ્ણ રોડ,આલ્ફ્રેડહાઈસ્કૂલ થી ભાભા હોટેલ, ઢેબર રોડભાગ (4), કલ્યાણ સ્ટીલની બાજુ વાળો પાર્કિંગ પ્લોટ, ઢેબર રોડભાગ (2). પ્રશંગ ફર્નીચરની બાજુ વાળો પાર્કિંગ પ્લોટ,પ્લોટ નં.34-એ ટી.પી. 16, સરાઝા રેસ્ટોરન્ટ, કોસ્મોપ્લેક્ષ સીનેમા સામે કાલાવડ રોડ, શાસ્ત્રીશ્રીધર્મજીવનદાસજી આંખની હોસ્પિટલની બાજુમાં રેલ્વે ઓવરબ્રિજ નીચેનો ભાગ, વિવેકાનંદ ઓવરબ્રિજ/મવડી ઓવરબ્રિજ નીચેની જગ્યા, લાખાજીરાજરોડ, અટલ બીહારી વાજપાઇ ઓડીટોરિયમ સામેનો ઓપન, ઓપન પ્લોટનહેરુનગર 80 ફૂટ રોડ થીગેજાર સોસાયટી, ઓપન પ્લોટ પંચાયત નગર ચોક, હોસ્પિટલચોકથી જામનગર રોડ બ્રીજ નીચેનો ભાગ, હોસ્પિટલ ચોકથી કેસરી હિન્દ પુલ બીજ નીચેનો ભાગ, હોસ્પિટલચોકથી ધ ગ્રાન્ડ ઠાકર હોટેલ બ્રીજ નીચેનો ભાગ, નાના પ્રવાસર્કલથી બિગ બજાર ઉગમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ, નાના પ્રવાસર્કલથી બિગ બજાર આથમણી બાજુ બીજ નીચેનો ભાગ, નાના મવાચોકથીબાલાજી હોલ ઉગમણી બાજુ બીજનીચેનો 2, નાના મવાચોકથીબાલાજી હોલ આથમણી બાજુ, બ્રીજનીચેનો ભાગ, રામદેવપીર ચોકથી શીતલ પાર્ક ચોક ઉગમણી બાજુ બીજ નીચેનો ભાગ, રામદેવપીરચોકથી શીતલ પાર્ક ચોક આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ, રામદેવપીર ચોકથીનાણાવટી ચોક ઉગમણી બાજુ બ્રીજનીચેનો ભાગ, રામદેવપીરચોકથી નાણાવટી ચોક આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ, સ ચોકથીપુષ્કરધામ સુધી બ્રિજની નીચે બંને સાઈડ 860 યો.મી., ડુસ ચોકથીમોટા મવા સુધી બ્રિજની નીચે બને સાઈડ 852 યો.મી., વોર્ડ નં.7માં સ્થિત રાષ્ટ્રીય શાળા પાસે આવેલ મહાનગરપાલિકાની જમીન, ડોમિનોઝ પીઝા થી જય સીયારામ થા ની સામેના બ્રીજ ની બન્ને સાઈડ( વોકહાર્ટ હોસ્પિટલ ની સામે નો ભાગ) કે.કે.વી મલ્ટી લેવલ બ્રીજ, જય સીયારામ ચા થી કે.કે.વી ચોક સુધી બ્રીજ ની બન્ને સાઈડ કે.કે.વી મલ્ટી લેવલ બ્રીજ, કે.કે.વી ચોક થી શ્રીજી હોટલ સુધી બ્રીજ ની બન્ને સાઈડ કે.કે.વી મલ્ટી લેવલ બ્રીજ સહિતના 62 સ્થળે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement