For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારના ફાયર પોર્ટલનો પ્રારંભ: NOC સહિતની તમામ કામગીરી હવે ઓનલાઈન

04:51 PM Dec 18, 2023 IST | Sejal barot
સરકારના ફાયર પોર્ટલનો પ્રારંભ  noc સહિતની તમામ કામગીરી હવે ઓનલાઈન

રાજકોટ શહેરમાં આવેલ તમામ પ્રકારની કોમર્શીયલ બિલ્ડીંગો તેમજ હોસ્પિટલો સહિતનાએ ફાયરના નવા નિયમ મુજબ ફાયર એનઓસી લેવી ફરજિયાત છે. છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી મુદ્દે ચેકીંગ અને સીલ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યાર બાદ ફાયર એનઓસી માટે એક સાથે હજારો લોકોએ અરજી કરતા ફાયર વિભાગને સમયસર ફાયર એનઓસી ફાળવવી મુશ્કેલ બની હતી. ડોક્યુમેન્ટનું વેરીફીકેશન સહિતની કાર્યવાહીમાં વધુ સમય બગડતો હોયસરકાર ફાયર પોર્ટલ ઝડપથી શરૂ કરે તેવી માંગ કરવામાં આવી હતી. જે આજે પૂર્ણ થઈ કે રાજ્ય સરકારનું ફાયર પોર્ટલ ગત શનિવારથી રાજકોટ સહિત ગુજરાતભરમાં શરૂ થઈ જતા હહેવ સરકારે ટ્રેન કરીને માન્યતા આપી છે તે પ્રકારના 295થી વધુ ફાયર સેફ્ટી ઓફિસર ડોક્યુમેન્ટ વેરિફીકેશન અને ફાયર એનઓસી રિન્યુ સહિતની કામગીરી સરકારે નિયત કરેલ ફી વસુલ્યા બાદ કરી આપશે અને સંપૂર્ણ જવાબદારી એફએસઓની રહેશે. તેમ ફાયર વિભાગમાંથી જાણવા મળેલ છે.
ફાયર વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ફાયર એનઓસી આપવાની જટીલ કામગીરી હવેથી ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. સરકારના ફાયર પોર્ટલનો પ્રારંભ થતા નવી ફાયર એનઓસી અને રિન્યુ અંગેની તમામ કામગીરી ઓનલાઈન તશે તેના લીધે અરજાદરોને કોર્પોરેશનના ધક્કા બંધ થઈ જશે સરકારી પોર્ટલમાં અરજદાર પોતાના બાંધકામની તામમ વિગતો ઓનલાઈન ભરી શકશે તેવી જ રીતે પોર્ટલમાં માંગવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ પોર્ટલ દ્વારા ફાયર વિભાગને આ અરજદારની સુચના આપવામાં આવશે જેના આધારે ફાયર વિભાગના અધિારી દ્વારા સ્થળ તપાસ કરી બાંધકામ અને ઓનલાઈન અરજીમાં બતાવવામાં આવેલા તમામ ફાયર સેફ્ટીના સાધનો સહિતની ચકાસણી હાથ ધરાશે ત્યાર બાદ ફાયર સુપ્રીન્ટેન્ડન્ટ દ્વારા મંજુરી આપવામાં આવશે તેમજ અરજદાર દ્વારા જે ફાયર સેફ્ટી ઓફિસરને રોકવામાં આવ્યો હશે તે ફાયર ઓફિસર દ્વારા તમામ ઓનલાઈન અપલોડ થયેલા ડોક્યુમેન્ટની ચકાસણી કરી બાહેધરી આપી મંજુર કરવામાં આવશે જેના આધારે પોર્ટલ દ્વારાઓનલાઈન ફાયર એનઓસી કાઢી આપવામાં આવશે તેવી જ રીતે ફાયર એનઓસી રિન્યુ કરવા માટે અરજાદરે હાલ ફાયર કચેરીમાં જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના થાય છે તે તમામ હવે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જેના આધારે ફાયર એનઓસી પણ રિન્યુ થઈ શકશે હાલ સરકારે પરિપત્ર જાહેર કર્યો છે જેના આધારે મહાનગર પાલિકાના ફાયર વિભાગે પણ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી ટુંક સમયમાં તમામ કામગીરી ઓનલાઈન સરૂ થઈ જશે.

Advertisement

અરજદારોને કચેરીના ધક્કા આજથી બંધ

ફાયર સેફ્ટીના નિયમો લાગુ પડતા હોય અને ફાયર એનઓસી ફરજિયાત લેવી પડે તેવા કિસ્સામાં અરજદારે ફાયર વિભાગની કચેરીએ એનઓસી અંગેનું ફોર્મ મેળવી ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે અવાર નવાર કચેરીના ધક્કા થતા હોય તેવી જ રીતે ફાયરના નિયમો અંગેની જાણકારી ન હોવાના કારણે ફાયરના ઈસ્ટુમેન્ટનું વેચાણ કરતા તેમજ અમુક લેભાગુ એજન્ટો દ્વારા અરજદારોને છેતરવામાં આવતા હોય છે. પરિણામે લાંબા ધકકા-ધુક્કી ખાધા બાદ અને પૈસાનું પાણી કર્યા બાદ અરજદારને ફાયર એનઓસી મળતી હોય છે. આથી હવે તમામ પ્રક્રિયા ઓનલાઈન થતા અરજદારને કચેરીના ધક્કા બંધ થશે અને સરળતાથી ફાયર એનઓસી મળી જશે.

Advertisement

એનઓસી રિન્યુ હવે કચેરીમાં નહીં થાય

સરકારે ફાયર પોર્લટલનો પ્રારંભ કર્યો છે અને અમલવારી પણ શરૂ કરવામાં આવી છે. નવા બાંધકામમાં ફાયર એનઓસી મેળવવા માટેની પ્રક્રિયા લાંબી હોય છે. પરંતુ ફાયર એનઓસી રિન્યુ કરાવવા માટે ફક્ત સ્થળ તપાસ તેમજ જે તે સમયે આપેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. આથી હવે ફાયર એનઓસી રિન્યુ કરવા માટે અજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. મનપાના ફાયર વિભાગમાં રિન્યુ કામગીરી આજથી બંધ કરવામાં આવી છે. તેમ જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement