રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણમાં શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

12:57 PM Dec 06, 2023 IST | Sejal barot
Advertisement

જસદણમાં ખેત મજૂરી કરવા આવેલા શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલા ખારી વાડી વિસ્તારમાં કલ્પેશભાઈની વાડીએ ખેત મજૂરી અર્થે આવેલો સંજય દીવાનભાઇ ડામોર નામનો 19 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાડીએ હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બનાવમાં શાપરમાં રહેતી પૂજાબેન સતીષભાઈ રાજપૂત નામની 22 વર્ષની પરપ્રાંતિય પરિણીતાએ ભૂલથી માથાના દુખાવાની દવા અને બદલે ઝેરી દવા પી લીધી હતી. જ્યારે હળવદ તાલુકાના છાપકડા ગામે રહેતા અનિલ દેવજીભાઈ રાતોજા નામના 25 વર્ષના યુવાને ત્રણ દિવસ પૂર્વે પોતાની વાડીએ પાણીના બદલે ભૂલથી ઝેરી દવા પી લેતા ઝેરી અસર થઈ હતી યુવકને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
inJasdanLabourer attempts suicide by consumingpoison
Advertisement
Next Article
Advertisement