For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મલેશિયાની મેન્ટલ એરિથમેટિકની વૈશ્વિક સ્પર્ધામાં કુવાડવાનો દધયંગ કાકડિયા ઝળકયો

04:14 PM Dec 11, 2023 IST | Sejal barot
મલેશિયાની મેન્ટલ એરિથમેટિકની વૈશ્વિક સ્પર્ધામાં કુવાડવાનો દધયંગ કાકડિયા ઝળકયો

એક સરસ મજા નું ક્વોટ છે કે કોન કહેતા હૈ કે આસમાન મેં સુરાગ નહિ હોતા, તબિયત સે એક બાર પથ્થર ઉછાલકે તો દેખ... મૂળ કુવાડવા ગામના હાલ રાજકોટ રહેતા અને ભણતા એવા 11 વર્ષ ના દધયંગ દિલીપભાઈ કાકડીયા એ કમાલ કરી બતાવી છે. કોઈ પણ સિદ્ધિ ને ક્યારેય ઉંમર સાથે કાઈ લેવા દેવા નથી હોતી. તેના માટે તો જોઈ છે એકાગ્રતા, યોગય માર્ગદર્શન, સતત અને સખત મહેનત.
મલેશિયા ખાતેતા 3 ડિસેમ્બર 2023ના વિશ્વ ના લગભગ 30થી વધુ દેશોના 2500થી વધુ બાળકો એ યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરી માં ભાગ લીધો હતો. જેમાં પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના 3 બાળકો એ ભાગ લીધેલ.11 વર્ષનો કાકડિયા દધયંગ દિલીપભાઈએ ડી-2 કેટેગરીમાં સેક્ધડ રેન્ક અને નિર્મળ ક્રિશા દર્શકભાઈ તથા વિદ્યાક્ષી વિમલભાઈ રૈયાણીએ 3 આરડી રેન્ક મેળવેલ હતો.
2500થી વધુ વિદ્યાર્થીઓ એ આ સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમને કોઈ પણ જાત ના ઇલેક્ટ્રિક સાધન કે કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટર ની મદદ વિના સંપૂર્ણપણે પોતાના જ મગજ નો ઉપયોગ કરી, પોતાનું લોજીક, તર્ક કે બુદ્ધિ વાપરી ને નિયત સમયમર્યાદા માં માત્ર 8 મિનિટ માં 200 દાખલા કરવા ના હતા અને ગોંડલ ના આ 3 પ્રતિભાશાળી બાળકોએ પોતાની કેટેગરી માં અદભુત ક્ષમતા બતાવી ને ટ્રોફી મેળવી છે.
દધયંગ માત્ર 11 વર્ષ ની ઉંમરે ખૂબ મોટી સફળતા મેળવી છે.પલક ઝપકાવતા ગણિત ના કોઈ પણ સરવાળા , બાદબાકી , ગુણાકાર અને ભાગાકાર ના દાખલા ને એ ઉકેલે છે.માત્ર 2 મિનિટ માં કોઈ પણ 100 ગુણાકાર કરવા એ તેના માટે રમતવાત છે.
ખરેખર આ સિદ્ધિ માટે દધ્યાનગ ના પિતા પણ એટલા જ હકદાર છે અને કોઈ પણ માતા પિતા માટે પ્રેરણા સ્તોત્ર છે. પોતાના બાળક ને તૈયારી કરાવવા માટે છેલ્લા 3 મહિના થી અઠવાડીયા માં બે ત્રણ વાર તેઓ રાજકોટ થી ગોંડલ જતા અને એકદમ હકારાત્મક અભિગમ સાથે તેમણે પોતાના દીકરા ને આ માટે તૈયાર કરેલ. અને આજે તેનું પરિણામ સામે જ છે. કોરોના કાળ હતો ત્યારે પણ આવી જ એક યુસીમાસ ની નેશનલ લેવલ ની ઓનલાઈન કોમ્પીટીસન માં ભાગ લઈને તૃતીય રેન્ક મેળવેલ. જો પોતાના સંતાન માં આવડત હોય તો અને સાથે જ માતા પિતા સપોર્ટ અને યૌગ્ય જગ્યાએ ટ્રેનિંગ મળે તો કઈ પણ અશક્ય નથી.બાળકો ની પાસે એટલું સરસ વિઝ્યુઅલાઇસેશન છે કે નજર સામે આવતા જ કોઈ પણ નમ્બર નો સરવાળો બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કરી આપી શકે છે. કોઈ પણ વ્યક્તિ ના મોબાઈલ નમ્બર ના 10 આંકડા બોલો તો બોલવા નું પૂરું થાય તે સાથે જ તેમની પાસે તેનો જવાબ તૈયાર હોય છે.
સેટીઆ સિટી કોનવેનશન સેન્ટર ખાતે ડો.સ્નેહલ કારિયા ના હસ્તે આ બાળકો ને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવા માં આવ્યા.અને આ સાથે જ આ બાળકો ને તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના મેન્ટર , માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા , ક્રિષ્ના રૈયાણી , ઈશા ટાંક , સયદા બાલાપરિયા અને તેમની ટિમ ને અભિનંદન આપ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement