રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કિડની ફેલ્યોરથી પીડિતને સારવાર માટે રૂા.20 લાખની જરૂર: દાન આપવા અપિલ

05:00 PM Dec 22, 2023 IST | Sejal barot
Advertisement

નનેરા દિપેન જાદવભાઈ નામનો 22 વર્ષીય યુવાન હાલમાં બન્ને કિડનીની સમસ્યા સાથે જજૂમી રહ્યો છે. બન્ને કિડની નિષ્ક્રિય છે એવું પણ કહી શકાય. ત્યારે એમના દાદા કિડની ડોનેટ કરવા માટે તૈયાર થયા હોવાથી એમના એક કિડની ટ્રાન્સપ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું. વડોદરા ખાતે આવેલી સ્ટર્લીંગ હોસ્પિટલમાં દિપેનભાઈની સારવાર ચાલી રહી છે. ત્યારે હવે દિપેન અને દિપેનના પરિવારને આપના આર્થિક ટેકાની જરૂૂર છે.આપની એક રૂૂપિયાની પણ દિપેનને નવું જીવન આપી શકે છે.
3 મહિનાથી દિપેન આ સમસ્યાનો ગંભીર રીતે સામનો કરી રહ્યો છે. છેલ્લા 3 મહિનાથી અમદાવાદ અને જામનગર ખાતે દિપેનની સારવાર ચાલી રહી હતી. તેમજ એક મહિનાથી સ્ટર્લીંગ હોસ્પિટલના ડોક્ટરોના સલાહ પ્રમાણે પણ સારવાર ચાલી રહી છે. દિપેનની બન્ને કિડની ફેઈલ છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે હાલ દિપેનની સારવાર માટે 20 લાખનો ખર્ચ આવવાની શક્યતા છે. જો કોઈ ગંભીર પરિસ્થિતિ આવે તો સારવારના ખર્ચમાં વધારો પણ થઈ શકે છે.
દિપેન વિશે વાત કરીએ તો તે ભાણવડ જીલ્લાના નાના એવા ગામ જામ રોજીવાડામાં પરિવાર સાથે રહે છે. એમનો પરિવાર ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 22 વર્ષનો દિપેન સરસ રીતે હસતો રમતો હતો. 12 પાસ કરીને ભાણવડ ખાતે ફર્નિચરનું કામ શીખતો હતો. કુદરતે આ અણધારી આફત આપી ત્યારે હવે દિપેન અને દિપેનના પરિવારને આપના આર્થિક ટેકાની જરૂૂર છે. ત્યારે દીપેનના પપ્પાએ જણાવ્યું હતું કહે છે કે આટલી ટૂંકી જમીનમાં મારે 20 લાખ રૂપિયા કેમ પુરા પાડવા. હું આપ સૌને વિનંતી કરું છું કે તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને દિપેનને નવું જીવન જીવાડવામાં મદદ કરો. આપ દિપેનભાઈની વધારે વિગત માટે એમના પિતા જાવદભાઈ ડાયાભાઈ નનેરાને 9427283719 નંબર પર કોન્ટેક કરી શકો છો. દાન કરવા માટે દિપેન ભાઈની બેંક એકાઉન્ટ વિગતો Name:- nanera dipen jadav bhai, Bank name :- State Bank of India Bhanvad, AC. No:- 36900310843, Ifsc :- SBiN0060089

Advertisement

Tags :
AppealdonateKidney failure sufferer needs Rs 20 lakh for treatmentto
Advertisement
Next Article
Advertisement