For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોખડદડ, વાવડી, નાના-મોટામવામાં સઘન વીજચેકિંગ, 30 ટીમો દ્વારા વીજચોરીની તપાસ

04:42 PM Dec 20, 2023 IST | Sejal barot
ખોખડદડ  વાવડી  નાના મોટામવામાં સઘન વીજચેકિંગ  30 ટીમો દ્વારા વીજચોરીની તપાસ

વીજતંત્રએ આજે સતત ત્રીજા દિવસે, ખોખડદડ, વાવડી, નાના મોટા મવા વિસ્તારમાં વીજચેકીંગ આદરીને અનેક વીજ કનેકશનો તપાસતા સાંજ સુધીમાં મોટી વીજ ચોરી બહાર આવવાની શકયતા મજબૂત હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
આ બાબતે વિગતો આવતાં વીજ તંત્રનાં મોનીટરીંગ ઓફિસર કે.બી.શાહે જણાવ્યું હતું કે ગઈકાલે રૂા.21.92 લાખની વીજ ચોરી ઝડપાયા બાદ આજે ત્રીજે દિવસે 30 ટીમો દ્વારા વ્યાપક વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને લોર્ડઝ ફિડર હેઠળના ભીમનગર, મોકાજી સર્કલ, ભીમચોક વિગેરે વિસ્તારોમાં 66 કે.વી.મોટામવા ફિડર હેઠળના ખોખડદડ, ખોડલધામ-2, ખોડલધામ-5, શીતળાધાર, 66 કે.વી.ખોખડદડના સર્વોદય ફિડર હેઠળના દિવાળી પાર્ક, અવસર એપાર્ટમેન્ટ પાસે વૃંદાવન વાટિકા, શનેશ્ર્વર સોસાયટી, ક્રિષ્ના સ્કવેર વિગેરે માટેલ ફિડર હેઠળના ગીરનાર સોસાયટી, મારૂતિ પાર્ક, રાજદિપ સોસાયટી, પટેલનગર, વિગેરે વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરાતા ચોરી કરવા ટેવાયેલા વીજચોરોમાં હડીયાપટ્ટી થઈ ગઈ હતી.
દરમિયાન મંગળવારે હાથ ધરાયેલ ચેકીંગમાં કુલ 724 વીજ કનેકશનો તપાસાતા 77 કનેકશનોમાં વીજચોરી પકડાઈ હતી. આવા તમામ 77 વીજકનેકશન ધારકોને રૂા.21.92 લાખના બીલ ફટકારાયા હોવાનું કે.બી.શાહે જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement