For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બસ સ્ટેશન પાછળ ગંદકી કરતા ખેતલાઆપા ટી સ્ટોલ સીલ

04:09 PM Dec 06, 2023 IST | Sejal barot
બસ સ્ટેશન પાછળ ગંદકી કરતા ખેતલાઆપા ટી સ્ટોલ સીલ

સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ફરી વખત મનપાની કચેરી પાછળ આવેલ વિખ્યાત ખેતલાઆપા ટી સ્ટોલ ગંદકી સબબ સીલ કરવામા આવી હતી તથા જાહેરમાં કચરો ફેંકતા 19 વ્યક્તિઓને દંડ કરી જાહેરમાં થુકતા 6 લોકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો તેમજ ન્યુસન્સ પોઈન્ટ અને વોકળામાંથી વધુ 45.9 ટન કચરાનો નિકાલ કરવામા આવ્યો હતો.
રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ, ફાયર સ્ટેસન સામે આવેલ ખેતલાઆપા ટી સ્ટોલ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.05/12/2023ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી કાલે સાંજે ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ 1949ની કલમ 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 39 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 5.55 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતી.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.02, 03, 07, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ-12નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 3.65 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતું. રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વ્રારા સ્વછતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજે પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 11માં આવેલ અવધ નાળા પાસે મેન્યુઅલી વોકળા સફાઈ કામગીરી કરવામાં આવેલ હતી તથા મધ્ય ઝોનના વોર્ડ ન.07માં આવેલ સર્વેશ્વર ચોક પાર્કિંગ એરિયા, સંતોષ ભેળ પાસે તથા વોર્ડ નં. 14માં હાથીખાના બો.ગટર સફાઇ કરવામાં આવેલ હતી તથા પુર્વ ઝોનના વોર્ડ નં.18માં કોઠારીયા રણુજા મંદિર પાસે જે.સી.બી., ડમ્પર દ્વારા વોકળા સફાઈ કરવામાં આવેલ, એમ કુલ 02 ડમ્પર ફેરા અને 04 ટ્રેકટર ફેરાથી અંદાજીત 24 ટન ગાર, કચરો વોંકળામાંથી નિકાલ કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement