રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જીસ કા ડર થા વહી બાત હો ગઈ બાર એસો.ની ચૂંટણીમાં ‘ગઢ આલા પર સિંહ ગેલા’

11:41 AM Dec 23, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ બાર એસોસિએશનના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા બાર એસોસિએશનનો તાજ કબજે કરવા પોતાની સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી હતી જ્યારે સમરસ પેનલને ટક્કર આપવા પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પોતાની એક્ટિવ પેનલને મેદાનમાં ઉતારવા ચૂંટણી જંગ જામ્યો હતો બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ મધરાત્રે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં નસ્ત્રજિસકા ડર થા વહી બાત હો ગઈસ્ત્રસ્ત્ર બાર એસોસિએશનની ચૂંટણીમાં નસ્ત્રગઢ આલા પર સિંહ ગેલાસ્ત્રસ્ત્ર જેવો ઘાટ સર્જાયો હતો જેમાં ભાજપ લીગલ સેલ સમર્પિત સમરસ પેનલના સુકાની કમલેશ શાહનો પરાજય થયો હતો જ્યારે એક્ટિવ પેનલના ઉમેદવાર બકુલ રાજાણીએ ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી જ્યારે સમરસ પેનલે ઉપપ્રમુખ, સેક્રેટરી, લાઇબ્રેરી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને મહિલા અનામત ઉપર કબજો કર્યો હતો તેમજ બાર એસોસિએશનના નવ કારોબારી હોદા ઉપર એક્ટિવ પેનલના ત્રણ અને સમરસ પેનલના છ ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. મધરાત્રે પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. પરિણામ જાહેર થાય તે પૂર્વે સમરસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર કમલેશ શાહ, એક્ટિવ ઓએનલના ઉપ પ્રમુખ પદના ઉમેદવાર સિદ્ધરાજસિંહ જાડેજા સહિત પાંચ હોદા ઉપર રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી છે જેની ફરી મત ગણતરી કરવામાં આવશે બાદમાં ચોક્કસ પરિણામ જાહેર કરવામાં આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થતા જ રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા બાર એસોસિએશનનો તાજ કબજે કરવા પોતાની સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી હતી જ્યારે તેની સામે પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પોતાની એક્ટિવ પેનલને મેદાનમાં ઉતારતા ચૂંટણી જંગ જામ્યો હતો અને બંને પેનલોએ ચૂંટણી જંગ જીતવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને ગઈકાલે જ સિવિલ કોર્ટ કમ્પાઉન્ડમાં મતદાન યોજાયું હતું જેમાં સમરસ પેનલ અને એક્ટિવ પેનલ સહિતના સ્વતંત્ર ઉમેદવાર સહિત 43 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. અને ત્રણ વાગે મત ગણતરી પૂર્ણ થયા બાદ સાંજે મત ગણતરી શરૂૂ કરવામાં આવી હતી અને મત ગણતરીમાં પ્રમુખ પદના હોદા ઉપર એક્ટિવ પેનલના બકુલ રાજાણી તમામ રાઉન્ડમાં આગળ રહ્યા હતા જ્યારે ઉપરમુખ પદ ઉપર સમરસ પેનલના સુરેશભાઈ અને એક્ટિવ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી અને મધરાત્રે મત ગણતરી પૂર્ણ થતા જ એક્ટિવ પેનલના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ ઇતિહાસ રચ્યો હોય તેમ સમરસ પેનલના પ્રમુખ પદના દાવેદાર કમલેશ શાહને પરાજય આપ્યો હતો જ્યારે ઉપ પ્રમુખ પદે ભારે રસાકસી બાદ સમરસ પેનલના સુરેશ ફળદુએ એક્ટિવ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજા ને 10 મતે હરાવ્યા હતા જ્યારે સેક્રેટરી પદે પી.સી. વ્યાસ સામે એક્ટિવ પેનલના સુમિત વોરાએ હરનો સ્વાદ ચાખવો પડ્યો હતો જોઇન્ટ સેક્રેટરી પદે સમરસ પેનલના જયેન્દ્ર ગોંડલીયાએ ભારે લીડથી એક્ટિવ પેનલના કેતન મંડને હરાવ્યા હતા જ્યારે ટ્રેઝરર પડે સમરસ પેનલના આર.ડી. ઝાલાએ એક્ટિવ પેનલના દિવ્ય છગને પરાજિત કર્યા હતા લાઇબ્રેરી સેક્રેટરી માટે મેહુલ મહેતાએ એક્ટિવ પેનલના સંજય જોષીને પાછળ રાખ્યા હતા. મહિલા કારોબારીમાં સમરસ પેનલના રેખાબેન લીંબાસીયાએ એક્ટિવ પેનલના રક્ષાબેન ઉપાધ્યાયને પરાજિત કર્યા હતા આ ઉપરાંત કારોબારી સભ્યોમાં એક્ટિવ પેનલના અજય પીપળીયા, પિયુષ સખીયા અને હિરલબેન જોશીનો વિજય થયો હતો જ્યારે સમરસ પેનલના અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, કૌશલ વ્યાસ, અમિત વેકરીયા, નિકુંજ શુક્લ અને ભાવેશ રંગાણીનો વિજય થયો હતો મતગણતરી પૂર્ણ થતાં જ એક્ટિવ પેનલ અને સમરસ પેનલના વિજેતા ઉમેદવારોએ મધરાત્રે ઢોલ નગારા અને આશતબાજી કરી જીતનો જશ્ન બનાવ્યો હતો.

Advertisement

પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને બે કારોબારી સભ્યોનું રિકાઉન્ટિંગ

રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં મધરાત્રે મતગણતરી પૂર્ણ થતાં જ એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણીએ સમરસ પેનલના કમલેશ શાહને 79 મતે પરાજિત કર્યા હતા જ્યારે ઉપ પ્રમુખ પદ પર સમરસ પેનલના સુરેશ ફળદુએ એક્ટિવ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાને 10 મતે હરાવ્યા હતા જ્યારે સમરસ પેનલના પી.સી. વ્યાસે સેક્રેટરી પદ ઉપર જીત મેળવી એક્ટિવ પેનલના સુમિત વોરાને પરાજીત કર્યા હતાં. ચુંટણી કમિશનર પરિણામ જાહેર કરે તે પૂર્વે જ પ્રમુખ પદના દાવેદાર સમરસ પેનલના કમલેશ શાહ, ઉપપ્રમુખ પદના એક્ટિવ પેનલના ઉમેદવાર સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે એક્ટિવ પેનલના સુમિત વોરા અને કારોબારી સભ્યમાં સમરસ પેનલના યશ ચોલેરા અને સાગર હાપાણીએ રિકાઉન્ટીંગ માટે અરજી કરી હતી. જે અરજીને ધ્યાને લઈને ચુંટણી કમિશનરો 11 વાગ્યે ચર્ચા વિચારણા કર્યા બાદ ફરી મત ગણતરી કરશે અને બાદમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

Tags :
'gadalabar assoc electiongela'parSingh
Advertisement
Next Article
Advertisement