For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટા ગધેથડ ચોકડી પાસે વાહન ચેકિંગ કરતાં હોમગાર્ડના જવાનની ફરજમાં રુકાવટ

11:28 AM Dec 16, 2023 IST | Sejal barot
ઉપલેટા ગધેથડ ચોકડી પાસે વાહન ચેકિંગ કરતાં હોમગાર્ડના જવાનની ફરજમાં રુકાવટ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ચોકડી પાસે ગઈકાલે રાત્રે નાઈટ ડયુટીમાં નીકળેલા હોમગાર્ડના જવાને બાઈક રોકતા રબારી શખ્સે ‘કેમ મારી ગાડી રોકી, તને કોઈ અધિકાર નથી’ તેમ કહી બેફામ ગાળો દઈ ફરજમાં રૂકાવટ કરી હુમલાનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઉપલેટાના ઢાંક ગામે રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતાં ભુપેન્દ્રસિંહ ખોડુભા વાળા (ઉ.45)એ ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નાજાભાઈ દાસાભાઈ કલોતરાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેની સાથેના પ્રવિણભાઈ લુણસીયા, જેન્તીભાઈ લુણસીયા હોમગાર્ડમાં નાઈટ ડયુટીમાં નીકળ્યા હતાં અને ગધેથડ ચોકડીએ વાહન ચેકીંગ કરતાં હતાં ત્યારે રાત્રીના અઢી વાગ્યે આરોપી બાઈક લઈને નીકળતાં તેનું બાઈક રોકયું હતું. આ વખતે આરોપીએ ‘કેમ મારી ગાડી ઉભી રખાવી તને કોઈ અધિકાર નથી’ તેમ કહી બેફામ ગાળો દઈ લાકડી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના હાથમાં લાકડી ઝુટવી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મજુર બાબતે યુવાન પર હુમલો
જામકંડોરણાના નાના ભાદરા ગામે રહેતા હરેશ માનસીંગભાઈ મજેઠીયા (ઉ.25) નામના કોળી યુવાન મિત્ર સાથે હિરાભાઈ પટેલની વાડીએ હતો ત્યારે મજુર બાબતે માથાકુટ થતાં ભરતભાઈ પારઘી, દિલીપભાઈ પારઘીએ લોખંડના પાઈપ વડે માર મારી હાથ ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વાડીમાંથી પાણી લેવા બાબતે યુવાન પર હુમલો
વિંછીયાના ફુલઝર ગામે રહેતા વિરેશભાઈ ભીમાભાઈ ઝાપડીયા (ઉ.34) નામના કોળી યુવાનને ભાગે વાવવા રાખેલ વાડીના કૂવામાંથી પાણી લેવા બાબતે માથાકુટ થતાં ભીખાભાઈ પાંચાભાઈ રાતડીયાએ પાવડાના હાથા વડે માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement