રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું સઘન વાહન ચેકિંગ : 17 પીધેલા ઝડપાયા

04:35 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

ગુજરાતમાં નવા વર્ષને ઉજવણી વચ્ચે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.થર્ટી ફર્સ્ટને લઈ તમામ શહેરોમાં પોલીસની વ્યવસ્થા ગોઠવાઈ છે. અને સુરક્ષા અને ટ્રાફિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં તમામ જગ્યાએ વાહનોની સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.તેમજ ગયા વર્ષની જેમ આ વર્ષે એન્ટી ડ્રગ કીટનો ઉપયોગ કરવામાં આવે તો નવાઈ નહીં.
થર્ટી ફર્સ્ટ એટલેકે નવા વર્ષની ઉજવણીમાં તહેવારની દારૂૂ પી ઉજવણી કરવાની જાણે પ્રથા પડી ગઈ હોય તેમ દારૂૂ ઢીંચીને છાકટાવેળા કરતા શખ્સો સામે પોલીસે કોમ્બીંગ હાથ ધર્યું હતું જેમાં નશામાં કાર કે બાઈક ચલાવતા કે લથડિયા ખાતા 17 નબીરાઓ પોલીસની ઝડપે ચડી ગયા હતા.પોલીસે અલગ અલગ જગ્યાએથી નશાની હાલતમાં હીતેષભાઈ પાલજીભાઈ મકવાણા(રહે. બેડી ગામ હડમતીયા રોડ આંબેડકર નગર મહાદેવ ના મંદીર થી આગળ),આશુતોષ પ્રફુલભાઈ રાઠોડ(રહે.મોચી બજાર તિલક પ્લોટ શેરી નં.-03 નિમુબહેનના મકાનમા ભાડેથી),ભાવેશભાઈ લાખાભાઈ કુગસીયા(રહે.મોરબી રોડ જુના જકાતનાકા પાસે ખોડીયાર પાર્ક શેરી નં.-01 નસ્ત્રજય મુરલીધરસ્ત્રસ્ત્ર મકાન),રાજુભાઈ લાલબહાદુરભાઈ ભગત(રહે.મામાવાડી નવાગામ,આણંદપર),રફીકભાઇ ઇસ્માઇલભાઇ શેખ(રહે.સદર બજાર,ક્રુષ્ણચોક પિયુષ પ્રકાશની બાજુમાં મોટીટાકી ચોક રાજકોટ),રધુવીર રમેશભાઇ નિશાદ,કિશન વિરજીભાઇ ચારોલા(રહે. મનહરપુર-2 ઉમૈયાધાર દ્રારકાધીશ પેટ્રોલપંપ સામેં),હરેશભાઇ તુલશીભાઇ વાળા(રહે. શ્યામનગર-3 જય મેલડી મા મંદિર ગાંધીગ્રામ આર.સી.કે.પાર્ક સામે),રોહીતભાઇ જેઠાભાઇ બાબરીયા(રહે.ન્યુ 150 ફુટ રિંગ રોડ અટલ સરોવર પાસે લાઇટ હાઉસ વિંગ -4 ક્વાર્ટર નં.203),હનુમાનપ્રસાદ નગેન્દ્રપ્રસાદ શર્મા,:
ચંદ્વેશભાઇ ચેતનભાઇ ચૌહાણ(રહે.ગૌતમનગર શેરી નં.03 શકિતી ડેરી પાછળ અમીન માર્ગ),ભરત લાભુ મેર,પ્રકાશ જીવણ કોળી,વિવેક પ્રવીણ બોરડ,કિશન હસમુખ પાતાણી,બાવકુ મોહન મકવાણા અને શૈલેષ નંદલાલને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.
જ્યારે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા મહેશ અંકોલીયા,આદિલ ફિરોજ શેખ,લલિત લાલચંદ ખુમનાણી અને અમુભાઈ ભખોડીયાને ઝડપી લીધા હતા.તેમજ આ તકે થર્ટી ફર્સ્ટ અનુસંધાને શહેરમાં કોઈ જગ્યા પર માથાકૂટ ન થાય માટે મોડી રાત સુધી પેટ્રોલિંગ કરવામાં આવશે તેમજ જાહેર માર્ગો પર નશો કરી નીકળી પડતા શખ્સોને પકડી લોક અપ ભેગા કરી કડક કાર્યવાહી કરવા સીપી રાજુ ભાર્ગવે તમામ થાણા અધિકારીને સૂચના આપી દીધી છે.

Advertisement

થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ રાત્રે 12:30 પછી બંધ, ક્લબો-ફાર્મમાં પોલીસ બનશે મહેમાન

રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રે 2023ને બાય બાય અને વર્ષ 2024ના નવા વર્ષના વેલકમ માટે ઠેર ઠેર ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે લોકો નવા વર્ષની ઉજવણી કરે તે માટે શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. આ સાથે 12.30 વાગ્યા સુધીની સમય મર્યાદામાં કાર્યક્રમ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે. આ દિવસોમાં પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ખાસ ચેકિંગ પણ કરવામાં આવશે, તેમજ ખાસ ડ્રીંક એન્ડ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવશે.રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, આગામી 31મી ડિસેમ્બરને લઈ રાજકોટ શહેર તેમજ જિલ્લા ખાતે જુદા જુદા પાર્ટી લોન્સ તેમજ ક્લબ ખાતે ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયુ છે. ત્યારે જુદા જુદા ક્લબમાં પાર્ટીને રાત્રિના 12:30 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા તમામ ક્લબ તેમજ પાર્ટી લોન્ચ ખાતે વોચ પણ ગોઠવવામાં આવશે. શહેર પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પીધેલી હાલતમાં કાર તેમજ બાઈક ચલાવનારા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે.

નબીરાઓને ઝડપની મજા મોંઘી પડી, પોલીસે પીછો કરી કાર પકડી

ગઈકાલે રાત્રે રેસકોર્સ રીંગ રોડ પર નબીરાઓને કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની કારની ઝડપની મજા મોંઘી પડી હતી. પોલીસે પીછો કરી ચાર નબીરાઓને પકડી પાડ્યા બાદ પીધેલા નથી ને તેની ચકાસણી કર્યા બાદ કાયદાનું ભાન કરાવ્યું હતું. નબીરાઓ દારૂના નશામાં રેસકોર્સ રીંગ રોડે પુરઝડપે કાર ચલાવતા હોવાની આશંકાએ પોલીસે કારનો પીછો કરી રેસકોર્સ રીંગ રોડ પર જ કાળા કાચવાળી કાર પકડી પાડી હતી. કારમાં સવાર ચાર લવરમુછીયા યુવાનના પોલીસે બ્રેથ એનેલાઈઝર દ્વારા ટેસ્ટ કર્યા હતા જેમાં ચારેય યુવક પીધેલા નથી ને તેની ખરાઈ કર્યા બાદ ઓવરસ્પીડ કાળા કાચ અને નંબર પ્લેટ તેમજ ડ્રાયવીંગ લાયસન્સ પણ નહીં હોવાના કારણે ચારેય યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Tags :
beforebyIntensive vehicle checkingpolicethirty-first
Advertisement
Next Article
Advertisement