રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આજી ઈન્ડસ્ટ્રીઝ સહિત અનેક સ્થળોએ PGVCLનું સઘન ચેકિંગ: 32 ટીમો ત્રાટકી

03:36 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

શહેરી વીજ વર્તુળ કચેરી હેઠળ આવતી સીટી ડિવીઝન હેઠળના વિસ્તારોમાં વીજતંત્રએ આજે સવારથી પોલીસ એસ.આર.પી.ને સાથે રાખીને કડક ચેકીંગ હાથ ધરતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વધુ વિગતો આપતાં વીજતંત્રનાં મોનિટરીંગ ઓફિસર કે.બી.શાહે જણાવ્યું હતું કે આજે સવારથી જ 32 ટીમો દ્વારા મોરબી, કોઠારીયા રોડ, પ્રહલાદ પ્લોટ, આજી ઔદ્યોકિ વિસ્તારમાં ત્રાટકીને અનેક વીજ કનેકશનો તપાસાયા હતાં. ખાસ કરીને જય જવાન ફીડર હેઠળના લાલપરી, સીતારામ પાર્ક, તીરૂપતિ, 66-કેવી નવાગામ હેઠળના વિસ્તારો, જંગલેશ્ર્વર ફિડરનાં મહાત્મા ગાંધી સોસાયટી, અંકુર સોસાયટી, જંગલેશ્ર્વર, શ્રી હરિફિડર હેઠળના રામનાથપરા, ભવાનીનગર, હાથીખાના, 66-કેવી દુધસાગર હેઠળનાં વિસ્તારોમાં વ્યાપક વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. એ સિવાય લોટસ ફિડર હેઠળનાં આંબેડકરનગર અને 66 કેવી પોલિટેકનીક સબ સ્ટેશન હેઠળનાં વિસ્તારોમાં સઘન ચેકીંગ આદરાતા ઘણાં સ્થળોએ વીજ કનેકશનોમાં ડાયરેકટ થાંભલે લંગરીયા ભરાવી યા અન્ય રીતે વીજ ચોરી સામે આવી છે. શંકાસ્પદ વીજ કનેકશનોમાં કયારથી વીજ ચોરી કરાઈ રહી છે? વિગેરે તપાસ માટે તંત્ર ધંધે લાગી ગયું છે. સાંજ સુધીમાં અનેકને વીજચોરીના દંડના લાખો રૂપિયાના બીલ ફટકારવા તંત્રએ કવાયત આદરી છે.

Advertisement

Tags :
32industriesIntensive checking of PGVCL at several places including Ajistruckteam's
Advertisement
Next Article
Advertisement