For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારની આવક વધારવા તમાકુ પરનો કરવેરો વધારો

04:46 PM Dec 18, 2023 IST | Sejal barot
સરકારની આવક વધારવા તમાકુ પરનો કરવેરો વધારો

ગ્રાહક જુથો, ડોકટરો અને અર્થશાસ્ત્રીઓએ એક જૂથ થઈ સરકારને તમાકુ ઉત્પાદનો ઉપર આગામી નાણાકીય બજેટમાં એકસાઈઝ ડયુટીમાં વધારો કરવા બુલંદ માંગણી કરેલ છે. જાહેર આરોગ્ય સુવિધા વધુ સુદ્રઢ કરવા સીગારેટ, બીડી અને ધુમાડાહિત તમાકુ પરના આરોગ્ય વેરામાં વધારો કરવાની તાતી જરૂરીયાત હોવાની રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે માંગ કરી છે.
છેલ્લા એક દાયકામાં સીગરેટ, બીડી અને ધુમાડા રહિત તમાકુ ઉત્પાદનો યુવાનો અને આમ જનતાને પરવડે તેવી કિંમતમાં વેંચાણ થાય છે. સીગારેટ ઉપર થોડો કર વધારો તયો હોવા છતાં, જુલાઈ 2017મા જીએસટી લાગુ થયા પછી તમાકુ વેરામાં મોટો વધારો દુર્લભ છે. હાલના જીએસટી દર કમ્પેન્સેશન સેલ, એનસીસીડી અને સેન્ટ્રલ એકસાઈઝને ધ્યાનમાં લેતા સિગારેટ પર કુલ કરનો બોજ માત્ર 49.3 ટકા, બીડી માટે 22 ટકા અને ધુમાડા રહિત તમાકુ પર 63 ટકા છે. આવા સંજોગોમાં તમામ તમાકુ ઉત્પાદનોની છુટક કિંમતના ઓછામાં ઓછા 75 ટકા કર લાદવા ડબલ્યુએચઓ દ્વારા ભલામણ કરાઈ છે. ડો.મંજુલાબેન ડાભી, પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ રૂરલ એકેડમી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વાા માંગ કરાઈ છે કે, ‘જીએસટીના અમલીકરણને 6 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને તમાકુના કરમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી.માકુ ઉત્પાદનોના વધુ ટેકસથી સરકારની આવકમાં જંગી વધારો થશે અને જીડીપી દર ઉંચે જશે. હૃદયરોગ નિષ્ણાંત ડો.ગૌતમ એસ.માંકડીયા દ્વારા જણાવવામાં આવેલ છે. કે, ‘તમાકુ એક ધીમી ગતિએ ચાલતો રોગચાળો, દર વર્ષે 13 લાખ ભારતીય જીવનનો દાવો કરે છે, જે સંવેદનશીલ વસ્તી, ખાસ કરીને યુવાનો અને વંચિતોની સુરક્ષાની જરૂરીયાત પર ભાર મુકે છે. ભારતમાં લગભગ 50 ટકા કેન્સર તમાકુ સાથે સંકળાયેલા છે, ત્યારે તમામ તમાકુ ઉત્પાદનો પર વધતા જતાં કર નિર્ણાયક છે. આ પગલું પરવડે તેવી ક્ષમતા અને વપરાશમાં ઘટાડો કરીને જાહેર આરોગ્યમાં વધારો કરશે તેવી શકયતા નકારી શકાતી નથી.
આરોગ્ય સુવિધા સંબંધેની સંસદની સ્થાયી સમિતિ દ્વારા કેન્સર નિવારણ અને જાગૃતિને ભંડોળ પુરૂ પાડવા માટે તમાકુના ઉત્પાદનો પર ઉંચા કરની ભલામણ કરવામાં આવેલ છે. વૈશ્ર્વિક ધોરણો સાથે સુસંગત, નિષ્ણાંતો ભારતને તમાકુ ઉત્પાદનોની છુટક કિંમતના ઓછામાં 75 ટકા જેટલા કરવેરાની ડબલ્યુએસઓની ભલામણને પૂર્ણ કરવા માંગણી કરાઈ છે.વૈશ્ર્વિક સ્તરે તમાકુના વપરાશની સંખ્યા (268 મિલિયન) સાથે ભારત બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા (268 મિલીયન) સાથે નોંધપાત્ર આરોગ્ય અને આર્થિક બોજનો સામનો કરી રહ્યો છે. તમાકુના તમામ ઉત્પાદનો પર કરવેરા વધારવાનો એક વ્યાપક અભિગમ તેમની પરવડે તેવી ક્ષમતા, વપરાશને ઘટાડવા અને આરોગ્ય પરની ચિંતાજનક અસરોને દૂર કરવા માટે નિર્ણાયક બની રહેશે. તેવું રાજકોટ શહેર જિલ્લા ગ્રાક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણીએ કેન્દ્રીય નાણામંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement