રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માર્કેટયાર્ડમાં શિયાળુ જણસોની ચિક્કાર આવક

04:38 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ માર્કેટયાર્ડમાં શિયાળુ જણસોની આવક પુષ્કળ પ્રમાણમાં શરૂ થઈ છે. જ્યારે ખેડુતોની નારાજગી વચ્ચે આજથી ડુંગળીની હરાજી પણ શરૂ થઈ હતી જો કે, 20 કિલો ડુંગળીનો ભાવ રૂા. 400 સુધી જ આવકા ખેડુતો નિરાશ થયા હતા.
રવિવારે યાર્ડમાં જણસો ઠાલવવાની છુટ આપવામાં આવી હતી. જેના કારણે સુકા મરચા ભરેલા વાહનોની પાંચકિલોમીટરની લાંબી લાઈન લાગી હતી.
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવેલ કે, માર્કેટયાર્ડ બહાર સૂકા મરચાં ભરેલા વાહનોની 5 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે 650 થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી સૂકા મરચાંની ઉતરાઈ કરાવવામાં આવી હતી.સૂકા મરચાની આવક અંદાજીત 20000 થી 25000 ભારી તેમજ મગફળી વાહનો 400 ની અંદાજીત આવક 45000 થી 50000 ગુણી અને કપાસ વાહનો 250 ની કપાસ ની આવક અંદાજીત 33000 થી 35000 મણ અંદાજીત આવક થઈ રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા, ડીરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
હરાજી દરમિયાન કપાસના ભાવ રૂા. 1190થી 1490 બોલાયા હતા. જ્યારે જીણી મગફળીના ભાવ રૂા. 1120થી 1325 અને જાડી મગફળીના ભાવ રૂા. 1115થી 1440થી માંડી રૂા. 3200ના 20 કિલો વેંચાયા હતા.

Advertisement

ડુંગળીની હરાજી શરૂ, 20 કિલોના ભાવ રૂા. 440 સુધી બોલાયો

રાજકોટ માર્કેટયાર્ડમાં ગત અઠવાડિયે ડુંગળીની હરરરાજી ઠપ્પ થયા બાદ આજથી ડુંગળીની હરરાજી શરૂ કરવામાં આવી છે. ખેડુતોને વધુ ભાવ મળી રહે તે માટે એક દિવસમાં 100 ખેડુતોની ડુંગળી જ યાર્ડમાં ઉતારવામાં આવી હ તી. જો કે, આમ છતાં 20 કિલો ડુંગળીનો ભાવ 110થી રૂા. 440 સુધી ઉપજતા ખેડુતો નિરાશ થયા હતાં. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધ કરતા ડુંગળીના ભાવો 40થી 50 ટકા તુટી ગયા છે. અને ખેડુતોને ભારે નુક્શાન વેઠવું પડી રહ્યું હોય ખેડુતો દ્વારા નિકાસબંધી ઉઠાવી લેવાની માંગણી સાથે આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement
Next Article
Advertisement