રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમીન માર્ગ પર હિટ એન્ડ રન : સ્કોર્પિયો ચાલકે એક્ટિવાને ઉલાળતા એજી કર્મચારીના પત્નીને ઇજા

04:33 PM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

શહેર પૂરપાટ ઝડપે દોડતા વાહનચાલકો અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે અમીન માર્ગ પર હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પીયોના ચાલકે એકટીવાને ઠોકરે ચડાવતા અજી ઓફિસના કર્મછારીના પત્નીને ઇજા થઇ હતી જ્યારે અકસ્માત સર્જી સ્કોપીયો ચાલક નાશી છૂટયો હતો. આ અંગે સોશિયલ મિડિયામં અકસ્માતના સી.સી.ટીવી ફૂટેજ વાઇરલ થતા પોલીસે સ્કોપીયો ચાલકની શોધખોલ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર એજી સોસાયટીમાં રહેતા અને એજી એફીસમાં નોકરી કરતા ગીરીશભાઇ ઉનાનગરના પત્ની નીતાબેન (ઉ.46) ગઇ કાલે સાંજે 6 વાગ્યાના અરસમાં પોતાનું એકટીવા લઇ ઘરે જતા હતા ત્યારે અમીન માર્ગ પાસે સોનલ ફાસ્ટ ફુડ વાળી શેરીમાં પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવતા સ્કોપિયોના ચાલકે એકટીવાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી સ્કોપિયો ચાલક નાશી છૂટયો હતો.
આ અકસ્માતમાં મહિલાને ઇજા થતા સરાવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના જમાધર એ.જે.કાનગડ હોસ્પિટલે દોડી ગયા હતા અને મહિલાનું નિવેદન નોંધ્યુ હતું. બીજી તરફ આ અકસ્માત સીસીટીવવી કેમેરામાં કેદ થઇ ગઇ હોય. સોશિયલ મિડીયામાં સી.સી.ટીવી ફૂટેજના આધારે સ્કોપિયો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Tags :
Amin Margandhitonrajkotrun
Advertisement
Next Article
Advertisement