રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉપલેટાના ગણોદ પાટિયા પાસે હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા મહિલાનું કરુણ મોત

01:04 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

રાજ્યના ધોરી માર્ગો પર સર્જાતા જીવલેણ અકસ્માતોનો હારમાળામાં રાજકોટ જિલ્લામાં સર્જાયેલા વધુ બે અકસ્માતમાં બે વ્યક્તિનો ભોગ લેવાયો છે. જેમાં ઉપલેટાના ગણોદ ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં રસ્તો ઓળંગતા મહિલાનું કારની ઠોકરે ચડી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના મેરવદર ગામે રહેતા નીતાબેન રામદાસભાઈ દેસાણી (ઉ.50) અને તેમના જેઠાણી ચંપાબેન દેસાણી ગત તા.16-12-23ને શનિવારના સવારે માંગરોળ તાલુકાના વીરપુર ગામે સંબંધીના ઘરે ખરખરાના કામે ગયા હતાં અને ત્યાંથી સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગણોદ ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતી વખતે પુરઝડપે આવતી કારની ઠોકરે ચડી જતાં નીતાબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું જ્યારે તેમના જેઠાણી ચંપાબેનને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે ઉપલેટા પોલીસે વિશાલ રામદાસભાઈ દેસાણી (ઉ.25)ની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ધોરાજી પાસે બાઈકની હડફેટે પ્રૌઢનું મોત
ધોરાજીના નાની વાવડી ગામે રહેતા કરશનભાઈ બધાભાઈ ઝાપડા (ઉ.50) નામના ભરવાડ પ્રૌઢ પગપાળા જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી પુરઝડપે આવતાં બાઈક ચાલકે હડફેટે લેતાં ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે દેવાભાઈ ભલાભાઈ ઝાપડા (ઉ.29)ની ફરિયાદ પરથી બાઈક ચાલક સામે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
GanodHit and run nearinPatiyarajkotUpleta
Advertisement
Next Article
Advertisement