For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્ટફેઈલ: રાજકોટમાં વધુ 3 માનવ જિંદગી ધબકારા ચૂકી

03:07 PM Dec 19, 2023 IST | Sejal barot
હાર્ટફેઈલ  રાજકોટમાં વધુ 3 માનવ જિંદગી ધબકારા ચૂકી

રાજકોટમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ હદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ ત્રણ માનવ જિંદગી ધબકારા ચુકી જતા મોત નિપજ્યા છે. જેમાં યુવાન, પ્રૌઢ અને આધેડનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ખોખડદળ નદીના પુલ પાસે આવેલા શિવધારા પાર્કમાં રહેતા દેવાયતભાઈ નાગદાનભાઈ ધ્રાંગા નામના 48 વર્ષના પ્રૌઢ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં ગોવિંદનગર મેઇન રોડ ઉપર પાનની દુકાન પાસે બેભાન હાલતમાં પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું મૃતક દેવાયતભાઈ ધ્રાંગા ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં જસદણ તાલુકાના દહીસરા ગામે રહેતા જેરામભાઈ લક્ષ્મણભાઈ બારૈયા નામના 52 વર્ષના આધેડ રાજકોટમાં કોઠારીયા સરકારી સ્કૂલ પાસે આવેલા મફતિયાપરામાં તેના ભત્રીજા રસિકભાઈ બાવજીભાઈ બારૈયાના ઘરે હતા ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં હૃદય રોગનો હુમલો આવતા આધેડ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં જેરામભાઈ બારૈયા ચાર ભાઈ એક બહેનમાં મોટા અને તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જેરામભાઈ બારૈયા ભત્રીજાના ઘરે આંટો મારવા આવ્યા હતા. ત્યારે આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે આવેલા સુંદરમ પાર્કમાં રહેતા જગદીશભાઈ દાનાભાઈ બોસીયા નામનો 42 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકને સારવાર મળે તે પૂર્વે જ તબીબે જગદીશભાઈ બોસીયાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી પ્રાથમિક પૂછપરછમાં મૃતક જગદીશભાઈ બોસીયા બે ભાઈ એક બહેનમાં મોટા હતા અને તેમની સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement