For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખરાબ ઇશારા કરી માતા-પુત્રીની પજવણી કરતા રોમીયોને ટપારવા જતાં પતિને માર મારી ધમકી આપી

04:13 PM Dec 20, 2023 IST | Sejal barot
ખરાબ ઇશારા કરી માતા પુત્રીની પજવણી કરતા રોમીયોને ટપારવા જતાં પતિને માર મારી ધમકી આપી

શહેરના ઓમનગર વિસ્તારમાં રહેતો શખ્સ પરિણીતાને ઇશારા કરી તેની પજવણી કરતો હતો.બાદમાં આ શખસે પરિણીતાની 13 વર્ષની દીકરી શાળાએ જતા તેનો પીછો કરી તેની પજવણી કરી હતી.પરિણીતાનો પતિ સમજાવવા માટે જતા તેની સાથે ઝઘડો કરી મારકૂટ કરી હતી.આ શખ્સની માતા અને ભાભુએ આવી યુવાનની બહેનના ઘરે જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી આ શખસ તેની માતા સહિતના સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વધુ વિગતો મુજબ,હાલ મવડી ચોકડી પાસેના વિસ્તારમાં રહેતી 37 વર્ષીય પરિણીતાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ આરોપી તરીકે પ્રદીપ દિનેશભાઇ પતરીયા અને પુષ્પાબેન દીનેશભાઇ પતરીયા અને સંગીતાબેન અશોકભાઇ પતરીયાના નામ આપ્યા છે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,આગાઉ તેઓ ઓમનગરમાં રહેતા ત્યારે અહીં શેરી નં.2 તેમની જ જ્ઞાતિનો પ્રદિપ પતરીયા રહેતો હતો અને તે પરિણીતા ઘર પાસે ઉભી હોય ત્યારે ખરાબ ઇશારા કરતા હતો અને ગીત ગાતો જેથી પરિવારને વાત કરતા તેને સમજાવ્યો હતો પણ તે માન્યો ન હતો અને પરિણીતાની મસ્તી કરતો હતો.જે તે સમયે પોલીસમાં અરજી આપી હતી.બાદમાં અહીં ઘર વેચી પરિણીતાનો પરિવાર મવડી ચોકડી પાસે રહેવા આવી ગયો હતો.
દરમિયાન તા.15/12 ના પરિણીતાની 13 વર્ષની દીકરીએ વાત કરી હતી કે,છેલ્લા પંદર દિવસથી પ્રદીપ હું સ્કૂલ જાવ ત્યારે અહીં આવેલી પાનની દૂકાને ઉભો રહી ખરાબ ઇશારા કરી ગીતો ગાઇ પરેશાન કરે છે આ બાબતે શાળાના શિક્ષકને વાત કરતા પ્રદીપ હવે સ્કુલેથી ઘરે આવુ ત્યાર પીછો કરી ખરાબ ઇશારા કરી આંખો મારી છે.આ વાત પરિણીતાએ પતિને કરતા તે દીકરીની શાળાએ મૂકવા ગયા હતાં.ત્યારે તેમનું ધ્યાન ન હોય તેમ પ્રદિપે ફરી સગીરાને ઇશારા કર્યા હતાં.બાદમાં આ બાબતે સમજાવવા જતા પ્રદીપે ફરિયાદીના પતિ સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો.જેથી પોલીસને જાણ કરતા તેને તાલુકા પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો.દરમિયાન પ્રદિપના સંબંધી પણ પોલીસ સ્ટેશને આવી જતા ફરિયાદ કરી ન હતી.
બાદમાં તા.16/12ના પ્રદીપના ભાભુ સંગીતાબેન અને તેની માતા પુષ્પાબેન બંને ફરિયાદીના નણંદના ઘરે આવી તેને ગાળો આપી કેમ અમારા ઝઘડામાં વચ્ચે પડો છો? તેમ કહી ઝઘડો કર્યો હતો.આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ મોરવાડીયા ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement