રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણની મબલક આવક

11:53 AM Dec 05, 2023 IST | Sejal barot
Advertisement

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓ ની વિપુલ પ્રમાણમાં આવક થાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા ત્રણ દિવસ તા. 1,2,3 ડિસેમ્બર તમામ જણસીની આવક બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજરોજ વિવિધ જણસીની આવક શરૂૂ કરતા યાર્ડમાં ડુંગળી અને લસણ ની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. લસણ - ડુંગળી ની આવક ની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ 1500 થી 1600 વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી.
યાર્ડમાં આજરોજ લસણ અને ડુંગળી ની આવક થવા પામી હતી. ડુંગળી ની 1 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને લસણ 65 હજાર કટ્ટાની આવક થવા પામી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્ર ભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ યાર્ડમાં આવે છે. જેનું મુખ્ય કારણ એ છેકે અહીં જે ખેડૂતોને ભાવ મળે છે તેવો ભાવ બીજે ક્યાંય ખેડૂતો મળતો નથી અને ખેડૂતો પણ અહીં પોતાની જણસી વેચી ને હસતા હસતા જાય છે તેનો અમને આનંદ થાય છે. આજે પણ ડુંગળી અને લસણની હરાજીમાં ખેડૂતો સારા ભાવ મળ્યા હતા. જેમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂૂપિયા 300 થી 850 રૂૂપિયા સુધીના ભાવ બોલાયા હતા તેમજ લસણના 20 કિલોના ભાવ રૂૂપિયા 2000 થી 3800 રૂૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. અને પોતાની જણસીના સારા એવા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવક ની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો જેમ કે રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં આવતા હોય છે. વિવિધ જણસી ની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સારી એવી આવક થતી હોય છે જેને પગલે અન્ય રાજ્યના વેપારીઓ જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર સહિત ના રાજ્ય માંથી વેપારીઓ અહીં લસણ અને ડુંગળીની ખરીદી માટે અહીં આવી પોહચ્યા છે. અન્ય રાજ્ય ના વેપારીઓ અહીં ના ખેડૂતોની જણસી ખરીદી વિદેશમાં પણ મોકલતા હોય છે. જેને પગલે ખેડૂતો પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી વેચવા માટે પ્રથમ પસંદગી આપતા હોય છે.

Advertisement

Tags :
gondalGross revenue of Onion and GarlicinMARKETINGYARD
Advertisement
Next Article
Advertisement