રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઘરેથી કાઢી મૂકેલી પરિણીતાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી છૂટાછેડા કરાવી લીધા

02:22 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચરખડી ગામે પરણાવેલી યુવતિને દોઢ વર્ષ પહેલા પતિએ ઘરેથી તુ ગમતી નથી તેમ કહી કાઢી મુક્યા બાદ પત્નીએ ભરણ-પોષણ અને ઘરેલુ હિંસાની અરજી કરતા પોલીસની કાર્યવાહીથી બચવા માટે પતિએ જેતપુરના વકીલની મદદથી કાઢી મુકેલી પત્નિના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી 300ના સ્ટેમ્પ પેપર ઉપર બોગસ છુટાછેડાના કરારો કરાવી મહિલા પોલીસ મથકમાં રજૂ કરી દીધા હતાં. જેની યુવતિને જાણ થતાં પતિ, સસરા અને વકીલ સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધાર ગામે માવતરે રહેતી સંગીતાબેન જીતેશભાઈ સોલંકી ઉ.વ.30એ જેતપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના ચરખડી ગામે રહેતા પતિ જીતેશ નાજાભાઈ સોલંકી, સસરા નાજાભાઈ છગનભાઈ સોલંકી અને જેતપુરના એડવોકેટ સત્યેન ગોસાઈના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતિના 2016માં ગોંડલના ચરખડી ગામના જીતેશ સાથે લગ્ન થયા હતાં અને લગ્નજીવન દરમિયાન એક દિકરો અને એક દિકરીની પ્રાપ્તી થઈ હતી દોઢેક વર્ષ પહેલા પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતા તુ મને ગમતી નથી તેમ કહી પતિએ પત્નીને કાઢી મુકી હતી અને બન્ને બાળકો પતિએ પોતાની પાસે રાખ્યા હતાં.
ત્યાર બાદ પરણીતાએ વડિયા કોર્ટમાં પતિ પાસે ભરણ-પોષણ મેળવવા અરજી કરી હતી તેમજ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ ઘરેલું હિંસાની પતિ સામે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ અને કોર્ટની કાર્યવાહીથી બચવા માટે પતિએ જેતપુરના વકીલની મદદથી પતિ-પત્નીના 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર છુટાછેડાના કરારો કરાવી લીધા હતાં અને તેમાં પરણીતાના આધારકાર્ડની ઝેરોક્ષ જોવામાં આવી હતી તેમજ પરણીતા અને તેના પિતાની બોગસ સહી કરવામાં આવી હતી. જ્યારે સાક્ષી તરીકે સસરાએ પણ સહી કરી હતી.
પરણીતાની જાણ બાદ બોગસ ફારગતિ કરાર લખાવી લીધા બાદ તેને પતિએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાચા તરીકે રજૂ કરી દીધા હતાં તેની જાણ પરણીતાને થતાં આ ડોક્યુમેન્ટના આધારે તપાસ કરતા પોતાની જાણ બાદ વકીલની મદદથી બોગસ છુટાછેડાના કરારો લખાવી લીધા હોવાનું અને પોલીસમાં ફરિયાદ નોંધાવતા જેતપુરપોલીસે ગુનો નોંધી વકીલ સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ જેતપુરના પીએસઆઈ વી.સી. પરમાર કરી રહ્યા છે.

Advertisement

Tags :
Got divorced using the documents of his wife whohimHouseofoutThethrew
Advertisement
Next Article
Advertisement