રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

23.55 લાખના એલ્યુમિનિયમના સળિયાની ચોરી કરનાર ગોંડલનો કારખાનેદાર ઝડપાયો

11:34 AM Dec 14, 2023 IST | Sejal barot
Advertisement

સ્વાતિ રોડ પર આવેલા કૈલાસ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત કારખાનાનું શટરનું તાળું તોડી તસ્કરો કારખાનાની અંદર ઘોડામાં રાખેલા રૂૂા. 23.55 લાખની કિંમતનું 9 ટન જેટલા એલ્યમિનિયમના સળિયા ચોરી ગયાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે આજીડેમ પોલીસે ગોંડલના શખ્સને પકડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.
વધુ વિગતો મુજબ,મવડી મેઈન રોડ પર અલ્કા સોસાયટી શેરી નં.8માં રહેતા અને સ્વાતિ રોડ પર કૈલાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં.2માં એમ.કે. મેટલ નામનું કારખાનું ભાગીદારીમાં ચલાવતા અજયભાઈ રસિકભાઈ ચોવટીયા (ઉ.વ.27)એ પોલીસને જણાવ્યું કે,ગઇ તા.11ના રાત્રે તે અને તેના બંને ભાગીદાર કશ્યપભાઈ રાજેશભાઈ ચોવટીયા અને નિકુંજભાઈ મનસુખભાઈ ચોવટીયા કારખાનું બંધ કરી ઘરે નીકળી ગયા હતાં. આજે સવારે તે કારખાને આવતાં કારખાનાના શટરમાં મારેલું તાળુ તૂટેલું જોવામાં આવ્યું હતું. ચોરી થયાનું
જણાતા કારખાનાની અંદર જઈ તપાસ કરતાં કારખાનાની અંદર માલસામાન રાખવા માટે બનાવેલા ઘોડામાં રાખેલો જૂના એલ્યુમિનિયમના સળિયા જોવામાં આવ્યા ન હતાં.આથી તેણે તેના બંને ભાગીદારને ફોન કરી જાણ કરી હતી. તસ્કરો રૂૂા. 23.55 લાખની કિમતનો જૂના અને નવા એલ્યુમિનિયમના સળિયા મળી રૂૂા. 23.55 લાખની કિમતનાં 9 ટન જેટલો સામાન ચોરી કરી ગયા હતા. આજી ડેમ પોલીસે અજયભાઈની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ડી સ્ટાફના પીએસઆઇ અમરદીપસિંહ પરમાર,એએસઆઈ રવિભાઈ વાંક અને હારુનભાઈ ચાનીયા અને સ્ટાફે આજીડેમ વસાહતમાં રામનાથ ઇન્ડસ્ટ્રીઝમાં વેંચવા જતા ગોંડલના ભોજપરાના પ્રિન્સ નિલેશભાઈ ડોબરીયા(ઉ.વ.22)ને પકડી આઇસર,કાર અને એલ્યુમિનિયન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પૂછપરછમાં પ્રિન્સને અટિકા ફાટક પાસે કારખાનું આવેલું હોય તેમજ તેમનો મિત્ર પણ કારખાનેદાર હોય જેથી તેની ત્યાં અવર જવર થતી હોય અને એલ્યુમિનિયમનો સામાન આવ્યો હોય જે ખબર પડતાં તેમણે મજૂરો અને વાહન ભાડે રાખી કારખાનાની ચાવી મેળવી આર્થિક ભીંસમાં હોવાથી માલ ભરાવી ચોરી કરી હતી.

Advertisement

Tags :
23.55Gondal manufacturer caught stealing aluminumlakhsrodsworth
Advertisement
Next Article
Advertisement