For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુવતીએ છૂટાછેડા લઇ બીજા લગ્ન કરતા બે પક્ષ વચ્ચે મારામારી : છની ધરપકડ

04:21 PM Dec 11, 2023 IST | Sejal barot
યુવતીએ છૂટાછેડા લઇ બીજા લગ્ન કરતા બે પક્ષ વચ્ચે મારામારી   છની ધરપકડ

પોલીસ કે કાયદાનો કોઇ ડર ન હોય તેમ સરાજાહેર મારામારીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે. આ પ્રકારની ઘટનાઓના વીડિયો વાયરલ થાય ત્યારે પોલીસે પગલાં લેવા પડે છે.કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની સામે એક મહિલા અને અન્ય પુરૃષો વચ્ચે સરાજાહેર મારામારીનો વીડિયો વાયરલ થયો હતો.આ મામલે પોલીસે તપાસ કરી મારામારી કરનાર તમામની ઓળખ મેળવી ઝડપી લીધા હતાં.
જેમાં શબ્બીર કાળાભાઈ સર્વદી (ઉ.વ.30), આસિફ અનવર શાહમદાર (ઉ.વ.23, રહે. બંને ભગવતીપરા), કિશન વિનુભાઈ ટીંડાણી (ઉ.વ.23, રહે. નવલનગર શેરી નં. 2/6નો ખૂણો), રાજ મહેન્દ્રભાઈ બાંભણીયા (ઉ.વ.21, રહે. શિવનગર શેરી નં.6, ગોંડલ રોડ), કાદર અનવર પઠાણ (ઉ.વ.25, રહે. ભગવતીપરા,નદીની પાસે) અને મુસ્કાન કરીમ શાહમદાર (ઉ.વ .23, રહે. વાછરા દાદાના મંદિર પાસે, મવડી રોડ)નો સમાવેશ થાય છે.આ તમામ સામે પોલીસે જાહેરમાં બખેડો કરવાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું કે તમામની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, વીડિયોમાં દેખાતી મહિલા અને તેની સાથે બોલાચાલી કરનાર પુરુષ બંને અગાઉ પતિ-પત્ની હતા.ત્યારબાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. આ પછી મહિલાએ બીજા લગ્ન કરી લીધા હતા.જે તેના પૂર્વ પતિને નહીં ગમતા આ મુદ્દે બંને પક્ષો વચ્ચે સરાજાહેર મારામારી થઇ હતી.
ત્યારબાદ ગઈકાલે જાહેરમાં મારામારીનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો.આ વિડિયો નાના મવા ચોક નજીક જાહેરમાં એક યુવકને ઘેરી લઈ યુવતી સહિતનાઓ લાકડી વડે મારમારતા હોવાનો વાયરલ થયો હતો.જેમાં એક શખ્સ કારમાંથી ઉતરી યુવકને લાકડી વડે માર મારે છે.આરોપીઓ જાહેરમાં જ બિભત્સ ગાળો બોલે છે.આ મામલે રાજકોટ તાલુકા અને માલવીયા પોલીસ મથકના સ્ટાફે વધુ તપાસ આદરી કાર નંબરને આધારે શોધખોળ કરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement