રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાલાજી હોલ નજીક લુખ્ખા ટોળકીનો આતંક: તોડફોડ

04:12 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

મવડી ચોકડી નજીક આવેલા બાલાજી હોલ પાસે ચાની હોટેલ પાસે વાહન સાઈડમાં લેવા મામલે માથાકૂટ થયાની ઘટના સામે આવી છે.આ ઘટનાને પગલે એક લુખ્ખા તત્વોનું ટોળું ત્યાં ધસી ગયું હતું અને રીતસરની જાહેરમાં જ બબાલ કરી હતી.જેથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.જોકે બાદમાં પોલીસ આવી જતા આ તત્વો નાસી ગયા હતા.આ ઘટના બાદ અમુક દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી.
વધુ વિગતો મુજબ,શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલી ચાની ગોપાલ હોટેલે ગુરુવારે સાંજે ધમાલ મચી ગઈ હતી.દુકાન સંચાલક નવઘણભાઈ જોગરાણાએ પોલીસને કહ્યું હતું કે,આ વિસ્તારમાં જ આવેલા આવાસના ક્વાર્ટર્સમાં રહેતો એક શખ્સ હોટેલે આવ્યો હતો અને નડતરરૂૂપ થાય તે રીતે બાઈક પાર્ક કરતાં તેને ટપાર્યો હતો તે સાથે જ તેણે ફોન કરતા કવાર્ટર્સમાંથી ટોળું ધસી આવ્યું હતું અને ક્ષણવારમાં જ 25 લોકો એકઠા થઈ ગયા હતા અને ધમાલ કરી દુકાનમાં રહેલા કપ રકાબી ફોડી નાખ્યા હતા.
નવઘણભાઈએ આક્ષેપ કર્યો હતો કે,છાશવારે આ શખ્સો હોટેલે આવે છે અને ચા-નાસ્તો કરી જતી રહે છે.પૈસાની માંગ કરવામાં આવે ત્યારે ધમાલ કરે છે.ટોળાંએ ધમાલ મચાવતા થોડીવાર માટે આ વિસ્તારમાં માહોલ તંગ થઇ ગયો હતો અને માલવીયા નગર પોલીસે પહોંચી આરોપીઓને ઓળખવા સીસીટીવી ફુટેઝ મેળવવા તજવીજ આદરી છે.આ તત્વો નશો કરીને હોટેલ આજુ બાજુમાં જ પડ્યા પાથર્યા રહેતા હોવાનો આક્ષેપ કરાયો છે.ઉલ્લેખનિય છે કે,દરેક ચાની હોટેલ અને પાનના ગલ્લે સામાન્ય માથાકૂટ થતી રહે છે અને નજીવી બાબતે હત્યા જેવા ગંભીર બન્યાના બનાવો પણ અગાઉ બની ચુક્યા છે.

Advertisement

Tags :
BalajiganghallnearterrorVandalism
Advertisement
Next Article
Advertisement