રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગાંધીગ્રામમાં પુત્રની માથાકૂટમાં વૃદ્ધના મકાન પર બે શખ્સોએ સોડા-બોટલનાં ઘા કર્યા

04:06 PM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ઇકો ગાડીમાં ધસી આવેલા બે શખ્સોએ ઘર ઉપર સોડા બોટલના ઘા કરી મકાનમાં નુકશાની કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વધુ વિગતો મુજબ, ગાંધીગ્રામમાં બાપા સિતારામની મઢૂલી પાસે રહેતા દિલિપસિંહ ભુપતસિંહ સોલંકી (ઉ.વ.62)એ ફરિયાદમાં વિશાલ અને આયુષનું નામ આપતા તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. દિલીપસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે બાપા સિતારામ મઢુલીમાં સેવા પુજાનુ કામ કાજ કરૂ છું. પુત્ર મહિપત ઉર્ફે મહિપાલ મને ખોટું બોલતો જોય જેથી મને ઘરેથી કાઢી મુક્યો હતો. બાદમાં બપોરના પત્ની ઘરે હાજર હતા ત્યારે મારા ઘરે વિશાલ અને આયુષ જે મહિપતના મિત્ર હોય તે મારા ઘરે આવેલ અને મને પુછેલ કે મહિપત ક્યાં છે? જેથી મે તેમને કહેલ કે મને ખબર નથી મહિપત ક્યા છે મે તેને ઘરેથી કાઢી મુકેલ છે.
તેમ વાત કરતા તેને મને એક બોટલ દેખાડેલ અને કહ્યું કે આ બોટલ તારા ઘરમાં ફેકતા વાર નહી લાગે કહી ગાળો આપી જતા રહ્યા હતા અને ઘરમાં બહારથી કાચની ખાલી સોડા બોટલના આઠેક ઘા આવ્યા બાદ કાચની ખાલી સોડા બોટલના ઘા બંધ થઇ જતા હુ નીચે ગયો અને ત્યાં જઈ તપાસ કરતા પત્નીને ઇજા થઇ હતી અને મહિપતનો દિકરો કશ્યપ ડરી જતા તે ભગવા જતા કાચના ટુકડા તેમને વાગ્યા હતા. બાદમાં બંને આરોપીઓ ઇકો ગાડીમાં નાસી ગયા હતા. 100 નંબરમાં પોલીસને કોલ કર્યો હતો અને પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Tags :
GANDHIGRAMrajkot
Advertisement
Next Article
Advertisement