રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શરમ વગરના, પિચકારી મારતા વધુ 26 પકડાયા

03:55 PM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

સ્વચ્છતાએજ સેવા સેવા અભિયાનના ભાગરૂપે મનપા દ્વારા અલગ અલગ પ્રકારની કાર્યવાહી સરૂ કરવામાં આવી છે. અંતર્ગત પાન ખાઈને પીચકારી મારતા વધુ 26 બેશરમને પકડી ઈમેમો ફટકારવામાં આવ્યો હતો તેમજ એક સફાઈ કામદાર સહિત 53 વ્યક્તિને જાહેરમાં કચરો ફેંકતા દંડનીય કાર્યવાહી કરી 50 ટન કચરાનો નિકાલ કરી 6.8 કિ.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કર્યુ હતું.
રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી 8.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. પશ્ચિમ ઝોન વિસ્તારનાં વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ 4.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ પૂર્વ ઝોન વિસ્તારના વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ 4 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી.સોલંકી, વી.એમ.જીંજાળા અને ડી.યુ.તુવરની આગેવાની હેઠળ એસ.આઇ. તથા એસ.એસ.આઇ. દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 52 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 6.8 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતું.

Advertisement

Tags :
further 26 were caughthurlingpranksrajkotshameless
Advertisement
Next Article
Advertisement