રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કારમાં બેઠા બેઠા પીચકારી મારતા નબીરાઓ ઉપર હવેથી વોચ

05:18 PM Dec 22, 2023 IST | Sejal barot
Advertisement

મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અલગ અળગ પ્રકારની ઝુંબેશ હાથ ધરી છે. જેમાં વાહનોમાંથી પીચકારી મારતા લોકોને પકડવામાં આવતા લોકોને ફોરવીલમાંથી લોકો પીચકારી મારતા હોવાનું અને કોગળા કરતા હોવાની ફરિયાદો કરતા હવે કારમાં બેઠા બેઠા પીચકારી મારતા નબીરાઓવિરુદ્ધ સીસીટીવી કેમેરા દ્વારા ચાપતી નજર રાખવામાં આવશે તેવી જ રીતે આજરોજ 21 નાગરિકો જાહેરમાં કચરો ફેંકતા દંડાા હતા. તેમજ 4.3 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ અને વોકળામાંથી 45 ટન વધુકચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.21-12-2023ના રોજ 02 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1834 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 482 સફાઈ કામદારો ની સફાઈ કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન તા.21-12-2023 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબત ની 24 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસે થી મેળવી 24 કલાક માં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ છે.
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.31/12/2023 દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.22/12/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 21 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 4.3 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતું.

Advertisement

Tags :
carFrom now on watchinNabirassittingThe
Advertisement
Next Article
Advertisement