For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જર્મનીની મહિલા સાથે શેરબજારમાં વળતરના નામે રૂા.55 લાખની ઠગાઇ : દંપતી સામે ફરિયાદ

04:25 PM Dec 27, 2023 IST | Sejal barot
જર્મનીની મહિલા સાથે શેરબજારમાં વળતરના નામે રૂા 55 લાખની ઠગાઇ   દંપતી સામે ફરિયાદ

હાલ જર્મનીમાં રહી નોકરી કરતા મૂળ ઓડીસાના મોનાલીબેન મિશ્રા નામની મહિલાનો વોટસએપ મારફતે સંપર્ક કરી શેરબજારમાં રોકાણથી વધુ નફો આપવાની લાલચ આપી પશ્ચિમ બંગાળના સબ્યાસાચી ગીરી અને તેની પત્ની રીટા મંડલે રૂૂા.55.91 લાખ મેળવી લઈ છેતરપિંડી કર્યાની મહિલાના ભાઈ રાજેશભાઈ જયંતીભાઈ વિડજા (ઉ.વ.35 રહે.ત્રીપદા સોસાયટી, નાના મવા રોડ)એ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજેશભાઈએ જણાવ્યું કે,તે નાનામવા રોડ ઉપર જય વરૂૂડી સેલ્સ એજન્સી નામે સોપારી અને પાનબીડીનો હોલસેલ વેપાર કરે છે.તેનો મુળ ઓડીશાના અને ઘણા વર્ષથી જર્મનીમાં રહી ત્યાં નોકરી કરતાં મોનાલીબેન મિશ્રા સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક થયો હતો.તે ભારત આવે ત્યારે તેના ઘરે રોકાતા હોય બંને વચ્ચે ભાઈ- બહેનનો સંબંધ છે.એપ્રીલ-મે 2022માં મોનાલીબેન તેના ઘરે આવ્યા ત્યારે એવી વાત કરી હતી કે,તેને વોટસએપ મારફતે આરોપી સબ્યાસાચી સાથે પરિચય થયો હતો.આ સમયે આરોપીએ તેને પોતે એન્જલ બ્રોકિંગમાં બ્રોકર તરીકે હોવાનું અને વર્ષોથી શેરબજાર સાથે જોડાયા હોવાનું કહ્યું હતું. એટલું જ નહી મોનાલીબેનને તમે મારી પાસે રૂૂપીયાનું રોકાણ કરશો તો તમને સારો નફો અપાવીશ તેમ કહી વિશ્વાસમાં લીધા હતા.
બાદમાં આરોપીએ મોનાલીબેનની વાત તેની પત્ની રીટા મંડલ સાથે પણ કરાવી હતી અને તેણે પણ વધુ નફો આપવાની વાત કરી હતી.ત્યારબાદ 2020માં મોનાલીબેન વતન ઓડીસા ગયા ત્યારે એક રેસ્ટોરન્ટમાં બને આરોપીએ રૂૂબરૂૂ મળી ફરીથી રોકાણ કરવાનું અને પૈસા નહીં ડુબે તેમ વાત કરતા ભરોસો આવી જતા મોનાલીબેને અલગ-અલગ સમયે અલગ અલગ રકમ મળી કુલ રૂૂા.56.11 લાખ આરોપીના બેંક એકાઉન્ટમાં આર.ટી.જી.એસ. આઈ.એમ.પી.એસ. દ્વારા ટ્રાન્સફર કર્યા હતા.
દરમીયાન ગઈ તા.4/6નાં આરોપીએ ફકત રૂૂા.20 હજાર પરત ટ્રાન્સફર કર્યા હતા.જયારે બાકીની કોઈ રકમ પરત આપી ન હતી.મોનાલીબેને અવાર-નવાર આરોપીને ફોન કરી રૂૂપિયા પરત માગવા છતા પરત નહીં આપતા તેમજ આરોપીઓએ પોતાની મિલકત મોર્ગેજ કરી આપવાનું કહ્યું હોય પરંતુ રકમ કે મિલકત મોર્ગેજ કરી આપી ન હોવાનું કહી સમગ્ર વાત કરી હતી.આમ મોનાલીબેન હાલ જર્મની હોવાથી કાયદાકીય કાર્યવાહી કરવા માટે તેણે પાવર ઓફ એટર્ની રાજેશભાઈને કરી આપતા અંતે તેણે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement