રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલના ગુંદાળા ગામે ગોડાઉનમાંથી 2.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

12:33 PM Dec 08, 2023 IST | Sejal barot
Advertisement

થર્ટી ફર્સ્ટ નજીક આવી રહ્યી છે ત્યારે દારૂના ધંધાર્થીઓ ફરી મેદાનમાં ઉતર્યા છે અને નાતાલના તહેવાર પહેલા જ દારૂનો સ્ટોક કરવા લાગ્યા છે. જેમાં ગઈકાલે રાત્રે ગોંડલ તાલુકા પોલીસને મળેલ ચોક્કસ માહિતીના આધારે ગુંદાળા ગામે ગોડાઉનમાં છાપો મારી 2.73 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની ધરપકડ કરી દારૂ કયાંથી આવ્યો ? તે મુદ્દે રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ તાલુકા પોલીસને એવી બાતમી મળી હતી કે ગુંદાળા ગામે આવેલ ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે જે માહિતીના આધારે ગઈકાલે રાત્રે પોલીસ કાફલો ગુંદાળા ગામે પેરેડાઈઝ પાર્ટી પ્લોટની પાછળ આવેલ ગોડાઉનમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમ્યાન ગોડાઉનમાંથી જુદી જુદી બ્રાન્ડની 2.73 લાખની કિંમતની 720 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ અંગે પોલીસે ગોડંલનાં મારૂતિનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ઉદય પંકજભાઈ દાવડા (ઉ.29)ની ધરપકડ કરી દારૂનો જથ્થો કયાંથી લાવ્યો તે મુદ્દે આરોપીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ દરોડાની કાર્યવાહી ગોંડલ તાલુકાના પીએસઆઈ જે.એમ.ઝાલા, એએસઆઈ મહિપાલસિંહ ચુડાસમા, પ્રતાપસિંહ, કિશનભાઈ, અલ્પેશભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement

Tags :
Foreign liquor worth Rs 2.73 lakh seized from godownGondal'sGundalainvillage
Advertisement
Next Article
Advertisement