રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ યાર્ડ બહાર સતત બીજા દિવસે ખેડૂતોની ધમાલ, ચક્કાજામ

11:49 AM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા ખેડૂતોએ હરરાજી માં વેપારીઓ નહીં આવતા અને ડુંગળી ની નિકાશબંઘી ના મુદે હલ્લાબોલ મચાવી નેશનલ હાઈવે પર આજે સતત બીજા દિવસે ચક્કા જામ કરી દેતા નેશનલ હાઇવે ની બંને બાજુ બે થી ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જામી હતી. દરમિયાન દોડી આવેલી પોલીસે ખેડૂતોને સમજાવી અટકી ગયેલો વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. બીજી બાજુ ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના મુખ્ય ગેટ પર એકઠા થઈ દરવાજા બંધ કરી યાર્ડમાં જતા વાહનોને અટકાવી રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ યાર્ડના ગેટ પાસે ઘેરાબંધી કરી સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા. બાદમાં યાર્ડમાં સવારે શરૂૂ થયેલી હરાજી બંધ કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત સવારે સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો ડુંગળીના જથ્થા સાથે ગોંડલ યાર્ડ માં પહોંચ્યા હતા. યાર્ડ દ્વારા ગતરાત્રિથી ડુંગળીની આવક શરૂૂ કરાઇ હોય સવારે 55 થી 60 હજાર ડુંગળીના કટ્ટા ની આવક થઈ હોય ખેડૂતો યાર્ડમાં ઉમટી પડ્યા હતા. પરંતુ ગુજરાત ભરના વેપારીઓએ ડુંગળીની નિકાસબંધીના મુદ્દે હરરાજીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હોય યાર્ડ માં સવારે હરરાજીના સમયે વેપારીઓ નહીં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને . યાર્ડ ની સામે નેશનલ હાઇવે પર પહોંચી ચકાજામ સર્જી દીધો હતો. ચકાજામ ના પગલે ટ્રાફિક થી સતત ધમધમતા નેશનલ હાઈવે પર સૂનકાર છવાયો હતો.અને હાઈવે ની બંને બાજુ વાહનોના થપ્પા લાગ્યા હતા. ચકાજામ ની જાણ થતા સીટી પીઆઈ. ડામોર, ગોસ્વામી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચક્કા જામ કરી રહેલા ખેડૂતો સાથે સમજાવટથી વાત કરતા ખેડૂતોએ ચક્કાજામ પડતો મૂકી માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે એકઠા થયા હતા. બાદમાં પોલીસે વાહન વહેવાર પૂર્વત કરાવ્યો હતો એકાદ કલાક ચાલેલા ચક્કા ગામને કારણે વાહન ચાલકો પરેશાન બન્યા હતા. દરમિયાન માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે એકઠા થયેલા ખેડૂતોએ ગેટના દરવાજા બંધ કરી માર્કેટિંગ યાર્ડનો વાહન વ્યવહાર અટકાવ્યો હતો. ગેટ ને ઘેરાવ કરી સરકાર વિરોધી સૂત્રોચાર કરી હલ્લાબોલ બોલ મચાવ્યો હતો. બાદમાં વિફરેલા ખેડૂતોએ જીરુ, કપાસ, ઘાણા લસણ, ઘઉં જેવી જણસીઓની હરાજી અટકાવી હરરાજી બંધ કરાવી હતી. આમ ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધી મુજે સરકારની તીવ્ર આલોચના કરી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ થી ચાર કલાક ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે ડુંગળીનો ભાવ એક મણના રૂૂપિયા 700 થી 800 ચાલતો હતો. સરકારે એકાએક ડુંગળીની નિકાસબંધી કરી દેતા ભાવ રુ.200 થી 300 સવા પામ્યો હોય ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે ખેડૂતોને રૂૂપિયા 300 થી વધુ ની નુકસાની થવા પામી છે. હાલ ડુંગળીની સિઝન ચાલે છે ત્યારે સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લઈ ખેડૂતોને મરવા મજબૂર કર્યા છે. ખેડૂતોએ રોષ પૂર્વક કહ્યું કે અમારે સરકારનું કંઈ પણ જોતું નથી અમારે સબસીડી પણ જોઈતી નથી ડુંગળીના પોષણક્ષમ ભાવ આપે તેવી અમારી માંગણી છે. સરકારે રાતોરાત ડુંગળીની નિકાસબંધી કરી ખેડૂતોના ઘા ઉપર મીઠું ભભરાવાનું કામ કર્યું છે.

Advertisement

Tags :
farmers clamorgondaloutsideYARD
Advertisement
Next Article
Advertisement