રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ-લોધિકા-કોટડાસાંગાણીના રોડના નવીનીકરણ માટે રૂા. 11.85 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવતા કેબિનેટ મંત્રી

04:28 PM Dec 29, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ લોધિકા,કોટડા સાંગાણીના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની હાલત ઘણા સમયથી ખરાબ હતી તેમજ સ્થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી. તેથી સ્થાનિક પ્રજાજનોને આ ખરાબ રસ્તાઓને કારણે ઘણી બધી મુશ્કેલી પડતી હતી અને આ રસ્તાઓ રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી અને ગોંડલના મુખ્યમાર્ગોને જોડાતા હોવાથી ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ ખરાબ રોડના નવીનીકરણ, ડામરકામ તેમજ રોડ ફર્નીસીંગ, નાળા કામ રીપેરીંગ કરવા મંત્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા મહિલા ધારાસભ્યોને વિકાસના કામો સારી રીતે થાય તે માટે વધુ 1.25 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ હતી એ ગ્રાન્ટનો લોકસુખાકારી માટે ઉપયોગ કરતા ભાનુબેન બાબરીયા દ્વારા રાજકોટ તાલુકાના સ્ટાર લાઈફ સોસાયટીથી ન્યારીડેમ સુધી અંદાજિત (0.35 કિ.મી) તેમજ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરાથી પ્રાકૃતિક ફાર્મને જોડતો રસ્તો અંદાજિત (2 કિ.મી)ના રસ્તાઓ માટે રૂૂ.125.00 લાખ મંજુર કરવામાં આવ્યા છે તેમજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ હમેંશા વિકાસની નેમ સાથે પ્રજાજનો સુખાકારીમાં વધારો કરવા રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના નવી મેંગણી થોરડી - ચાંપાબેડા- કાલંભડી - નોંધણચોરા - અનીડા - વાછરા રોડનો અંદાજિત (14.90 કિ.મી) તેમજ રાજકોટ તાલુકામાં કસ્તુરબાધામ (ત્રંબા) ઢાઢણી ઢાંઢીયા - હડમતિયા- બોધરાવદરનો અંદાજિત (5.20 કિ.મી) એમ કૂલ 20,10 કિ.મીના રસ્તાના નવીનીકરણ, ડામરકામ તેમજ રોડ ફર્નીસીંગ, નાળા કામ રીપેરીંગ કરવા માટે રૂૂ.1060.00 લાખ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરવામાં આવ્યા છે. આમ કુલ રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે અંદાજિત 23 કિ.મીના રસ્તા માટે કૂલ રકમ રૂૂ.1185.00 લાખ મંજૂર કરવામાં આવેલ છે.આ રસ્તાના કામોથી રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી અને ગોંડલના મુખ્યમાર્ગોને જોડતા આ માર્ગની આસપાસના આજુબાજુના ગામડાઓને આનો લાભ મળશે. તેમજ પ્રજાજનોને આ મંજુરી મળતા હર્ષની લાગણી અનુભવી હતી.ઉકત મંજુરી મળતા મંત્રી ભાનુબેન બાબરીયા સર્વે ગ્રામજનો વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

Advertisement

Tags :
For renovation of Rajkot-Lodhika-KotdasanganiMinisterrajkotroadRs. Cabinet
Advertisement
Next Article
Advertisement